Vadodara Police : વડોદરામાં ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયા બાદ ફરાર થઈ ગયેલા નામચીન ગુનેગારને પોલીસે હાઇવે પરથી કારમાં ઝડપી પાડ્યો છે.
વડોદરામાં ખૂન, ખૂનના પ્રયાસ, અપહરણ, દારૂ અને મારામારી જેવા ગુનાઓમાં સંડોવાયેલી સુરજ ચૂઈ ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. જેમાં સંડોવાયેલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
આ ગુનામાં કિશનવાડી વિસ્તારમાં રહેતો નામચીન ગુનેગાર અરુણ શંકરભાઈ માછી છેલ્લા આઠ મહિનાથી ફરાર હતો. ગઈ રાતે તે આજવારોડ પરથી કારમાં પસાર થતો હતો ત્યારે પોલીસે તેને દગોથી લીધો હતો. અરુણ સામે હત્યાના પ્રયાસ, અપહરણ, મારા મારીઅને દારૂના 16 ગુના નોંધાયેલા છે.


