ચુડાના ઝોબાળા ગામે વરસાદી અને ગટરના ગંદા પાણી ભરાતા હાલાકી
રસ્તા
પરના ગંદા પાણી તાકિદે દૂર કરવા તંત્રને રજૂઆત
દુર્ગંધ
મારતા ગંદાં પાણીનો રસ્તા પર ભરાવો થતા મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળવાની દહેશત
ચુડા
- ચુડા તાલુકાના ઝોબાળા ગામે
વરસાદી પાણી તેમજ ગટરના ગંદા પાણીની સમસ્યાને કારણે ગ્રામજનો ભારે હાલાકી ભોગવી
રહ્યાં છે. ઝોબાળા ગામના મુખ્ય રોડ ચબુતરાથી કરમડ તરફ જવાનો રસ્તો તથા ચબુતરાથી
છલાળા અને મોજીદડ તરફ જવાનો રસ્તાં સહિતના અન્ય બજારોમાં વરસાદી પાણીનો નિકાલ ન
થતાં મચ્છરજન્ય ઉપદ્રવથી મેલેરિયા, ડેન્ગ્યૂ, ટાઈફોડ, કમળો, સહિતના રોગચાળો
ફાટી નીકળવાની દહેશત લોકોમાં સેવાઈ રહી છે.
જ્યારે
ડોડીયાની વાડી વિસ્તારમાં રહેણાંક મકાનમાં આંગણવાડી-૧ વાળા વિસ્તારોમાં ગામની ગટર
લાઈનનાં ગંદા પાણી તેમજ વરસાદી પાણીનાં યોગ્ય નિકાલનાં હોવાનાં કારણે ગંદકીનું
સામ્રાજ્ય ફેલાયું છે. જેના કારણે આંગણવાડી-૧માં અભ્યાસ અર્થે આવતાં નાના બાળકો
તેમજ વાલીઓને ખુબજ મુશ્કેલી વેઠવી પડે છે. અને ગામનાં અન્ય વિસ્તારોમાં ગટર તેમજ
વરસાદી પાણીનાં નિકાલની યોગ્ય વ્યવસ્થાનાં હોવાનાં કારણે ગ્રામજનો તથા રાહદારીઓ
ગટરના ગંદા પાણીમાંથી પસાર થવા મજબુર બન્યા છે. જેથી કરીને તંત્ર દ્વારા વહેલી તકે
આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી ગ્રામજનોની માંગ ઉઠી છે.
જેને
લઈને ઝોબાળા ગામના દલશુખભાઈ વાલજીભાઈ ધોરાળિયાએ સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કચેરી, જિલ્લા પંચાયત તથા
ચુડા તાલુકા પંચાયત કચેરી સહિતની કચેરીઓમાં તથા ઝોબાળા તલાટી કમ મંત્રી અને ગ્રામ
પંચાયત સરપંચ સહિતના અધિકારીઓને ગંદા પાણીનો નિકાલ કરવા માટે રજૂઆત કરી છે.