Get The App

જામનગર શહેરમાં કાર્યરત એકમાત્ર કેથોલિક 'સેક્રેટ હાર્ટ ચર્ચ' માં ગત રાત્રે નાતાલના પર્વની ભવ્ય ઉજવણી કરાઈ

Updated: Dec 25th, 2025

GS TEAM

Google News
Google News
જામનગર શહેરમાં કાર્યરત એકમાત્ર કેથોલિક 'સેક્રેટ હાર્ટ ચર્ચ' માં ગત રાત્રે નાતાલના પર્વની ભવ્ય ઉજવણી કરાઈ 1 - image

Jamnagar Christmas Celebration : જામનગર શહેરમાં છેલ્લા 58 વર્ષથી કાર્યરત એકમાત્ર કેથોલિક સેક્રેટ હાર્ટ ચર્ચમાં ગઈકાલે રાત્રે નાતાલની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, અને ભગવાન ઈસુના જન્મની વધામણી અને સમૂહ પ્રાર્થના સહિતના કાર્યક્રમો યોજાયા હતાં, તેમજ સમગ્ર ચર્ચને ઝળહળતી રોશનીથી સજજ બનાવી દેવાયાની સાથે સાથે ભવ્ય આતશબાજી પણ કરવામાં આવી હતી. જામનગર શહેરમાં આશરે 300 જેટલા કેથોલીક પરિવારો વસવાટ કરે છે, જેઓ દ્વારા આ વખતે પણ નાતાલના પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, અને તમામ પરિવારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

જામનગરની મધ્યમાં અંબર ચોકડી પાસે આવેલા સેક્રેડ હાર્ટ ચર્ચમાં રેવ.ફાધર ડૉ.મનુ ચેરુમુત્તથુપદી પેરિશ પાદરી છે. જેઓ દ્વારા ગઈકાલે રાત્રે સમૂહ પ્રાર્થના કરાવવામાં આવી હતી, અને ભગવાન ઈસુના જન્મના વધામણા થયા હતા. ત્યારબાદ મોડી રાત્રે ચર્ચ નજીક સર્વે કેથોલીક પરિવાર દ્વારા ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી, અને તમામ પરિવારોએ એકબીજાને અભિનંદન પાઠવ્યા હતા.

જામનગર શહેરમાં વસવાટ કરતા ખ્રિસ્તી પરિવારો દ્વારા પોતાના ઘરમાં પણ ક્રિસમસ ટ્રીનું નિર્માણ કરી તેમજ મકાનોને પણ ઝળહળતી રોશનીથી સજજ કરવામાં આવ્યા છે. જામનગરની મધ્યમાં આવેલી સેન્ટઆન્સ સ્કૂલ તથા સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ કે જે બંને શાળાઓમાં પણ નાતાલના પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, અને સ્કૂલ પરિસરને ઝળહળતી રોશનીથી સજજ બનાવાયા છે, જ્યારે ભગવાન ઈશુના જન્મ સમયની કેટલીક ઝાંખી પણ તૈયાર કરવામાં આવી છે, જેને નિહાળવા માટે નાના બાળકો સહિતના નગરજનો બહોળી સંખ્યામાં ઉમટેલા જોવા મળ્યા હતા.