ગઈકાલે વડોદરા મધ્યસ્થ જેલ ખાતે સ્ટાફ પરિવારના બાળકોમાં શારીરિક ફિટનેસ, ખેલદિલીની ભાવના અને રમતપ્રત્યેનો ઉત્સાહ વિકસે તે હેતુસર બાળ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રમતોત્સવમાં કબડ્ડી, ખો-ખો, ક્રિકેટ, બેડમિન્ટન, રસ્સા ખેંચ, લીંબુ-ચમચી, દોડ, કોથળા દોડ તેમજ સંગીત ખુરશી જેવી વિવિધ રમતો યોજાઈ હતી. આ રમતોત્સવમાં સ્ટાફ પરિવારના કુલ ૧૧૮ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
અલગ-અલગ રમતોમાં વિજેતા થયેલા બાળકોને જેલના અધિક્ષક અને નાયબ અધિક્ષક દ્વારા ટ્રોફી તથા સ્વાસ્થ્ય કિટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન બાળકોનો ઉત્સાહ વધારવા અને તેમને પ્રોત્સાહન આપવા સ્ટાફ અધિકારી અને કર્મચારીઓ પરિવાર સાથે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.


