Gujarat

VIDEO: નવસારીના ગણદેવીમાં ફોર્ચ્યુનર નીચે અચાનક આવી ગયું બાળક, મહિલા દોડી આવી, બચી ગયો જીવ

By GS TEAM
28 Jun 20251 min read
TukuTouch Logo
ઘણી વખત બાળકો ઘરની આગળ રમતા-રમતા દુર્ઘટના સર્જાતી હોવાના ઘટના સામે આવતી હોય છે. જેમાં ક્યારેક ઘરની બહાર રમતા નાના બાળકો પર માતા-પિતાની નજર ન હોવાથી બાળક અકસ્માતનો ભોગ બનતા હોવાની ઘટના સામે આવતી હોય છે, ત્યારે નવસારી જિલ્લામાં માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. જેમાં ગણદેવી વિસ્તારમાં ઘરની આગળ રમી રહેલું 3 વર્ષનું બાળક ફોર્ચ્યુનર નીચે આવી ગયું હતું. જોકે, કારચાલક અને એક મહિલાને તેની જાણ થતાં બાળકને કાર નીચેથી કાઢવામાં આવ્યું હતું. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: નવસારીના ગણદેવીમાં ફોર્ચ્યુનર નીચે અચાનક આવી ગયું બાળક, મહિલા દોડી આવી, બચી ગયો જીવ

Navsari News: ઘણી વખત બાળકો ઘરની આગળ રમતા-રમતા દુર્ઘટના સર્જાતી હોવાના ઘટના સામે આવતી હોય છે. જેમાં ક્યારેક ઘરની બહાર રમતા નાના બાળકો પર માતા-પિતાની નજર ન હોવાથી બાળક અકસ્માતનો ભોગ બનતા હોવાની ઘટના સામે આવતી હોય છે, ત્યારે નવસારી જિલ્લામાં માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. જેમાં ગણદેવી વિસ્તારમાં ઘરની આગળ રમી રહેલું 3 વર્ષનું બાળક ફોર્ચ્યુનર નીચે આવી ગયું હતું. જોકે, કારચાલક અને એક મહિલાને તેની જાણ થતાં બાળકને કાર નીચેથી કાઢવામાં આવ્યું હતું. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. 

નવસારી જિલ્લાના ગણદેવીમાં 3 વર્ષનું બાળક ઘરની આગળ રમી રહ્યું હતું. આ દરમિયાન ફોર્ચ્યુનર કાર ત્યાંથી પસાર થઈ રહી હતી. તેવામાં બાળક કારની નીચે આવી ગયું હતું. જોકે, કારચાલકની સતર્કતા અને ત્વરિત પ્રતિક્રિયાના કારણે બાળકનો આશ્ચર્યજનક બચાવ થયો હતો. 

આ પણ વાંચો: ગુજરાતમાં આજે 11 જિલ્લામાં વરસાદનું રેડ ઍલર્ટ, દ્વારકા મંદિર પર અડધા સ્તંભ પર ધજા ચડાવાઈ

સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. સીસીટીવી ફૂટેજમાં બાળક ઘરની આગળ રમતું જોવા મળે છે. બાળક કાર નીચે આવી જવાની ઘટનામાં બાળકને કોઈ પ્રકારે ઈજા ન થઈ હોવાનું સામે આવ્યું છે.