જામનગરમાં ગોકુલનગર પાસે હોટલમાંથી બાળ શ્રમિકને મુક્ત કરાવાયોઃ મહિલા સંચાલક સામે ગુન્હો નોંધાવાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના ગોકુલનગર જીઆઈડીસી પાણાખાણ પાસેની એક હોટલમાં સરકારી શ્રમ અધિકારી અને તેમની ટીમે દરોડો પાડી ચકાસણી કરતા ત્યાંથી બાળ શ્રમયોગી મળી આવ્યો હતો. જેથી આ હોટલના મહિલા સંચાલક સામે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.
જામનગરના ગોકુલનગર નજીક આવેલી એક હોટલમાં બાળ શ્રમિકને નોકરી પર રાખવામાં આવ્યો હોવાની વિગત જામનગરના મદદનીશ શ્રમ આયુક્ત કચેરીના અધિકારી ડી.ડી. રામીને મળતાં તેઓની ટીમે ગોકુલનગરમાં આવેલા જીઆઈડીસી પાણાખાણ પાસેના જલારામ ડાયનીંગ હોલમાં ચકાસણી કરી હતી.
આ હોટલમાં 14 વર્ષથી ઓછી વયનો એક શ્રમયોગી મળી આવતાં તેને મુક્ત કરાવી સરકારી શ્રમ અધિકારી ડી.ડી. રામીએ ખુદ ફરિયાદી બની ડાયનીંગ હોલના સંચાલક મીતાબેન રમેશભાઈ યાદવ સામે સિટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.








