હરણી રોડ પર ટી સ્ટોલ પર કામ કરતા બાળક શ્રમજીવીનું રેસ્ક્યુ, સંચાલકની ધરપકડ
વડોદરાના હરણી રોડ વિસ્તારમાં ટી સ્ટોલ પર એક બાળમજૂર નું શોષણ થતું હોવાથી પોલીસે તેને છોડાવી સંચાલક સામે કાર્યવાહી કરી હતી.
વડોદરામાં ખાણીપીણી ની દુકાનો એમ જ રેસ્ટોરમાં બાળક શરમજીવીઓનું શોષણ કરવામાં આવતું હોવાથી એન્ટી હ્યુમન ટ્રાફિકિગ યુનિટ દ્વારા અવારનવાર કાર્યવાહી કરવામાં આવતી હોય છે.
હરણી રોડ વિસ્તારમાં માણેક પાર્ક સર્કલ પાસે આવેલી પટેલ રજવાડી જાય નામની દુકાનમાં એક બાળ મજુર મળી આવતા મહિલા પીઆઈ અને ટીમ દ્વારા તેને છોડાવવામાં આવ્યો હતો. પોલીસે આ અંગે દુકાનમાં રહેતા મૂળ રાજસ્થાન ડુંગરપુર ના વતની દેવીલાલ લવજીભાઈ પાટીદાર ની સામે ગુનો દાખલ કરાવી અટકાયત કરી હતી.