Get The App

સુરતની સિવિલ હોસ્પિટલમાંથી ચોરાયેલું બાળક 16 કલાકે મળ્યું, CCTVમાં કેદ મહિલાને ઝડપી લેવાઈ

Updated: Mar 22nd, 2025

GS TEAM

Google News
Google News
સુરતની સિવિલ હોસ્પિટલમાંથી ચોરાયેલું બાળક 16 કલાકે મળ્યું, CCTVમાં કેદ મહિલાને ઝડપી લેવાઈ 1 - image


Child Kidnapped In Surat: સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે. શહેરના સ્ટેમસેલ બિલ્ડિંગમાંથી એક નવજાત બાળકનું અપહરણ થયાની ઘટનાએ હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. આ ઘટના રાત્રે બની હતી, જ્યારે એક અજાણી મહિલાએ બાળકનું અપહરણ કરીને ભાગી ગઈ હતી. ખટોદરા પોલીસે શોધખોળ શરૂ કરતા 16 કલાક બાદ બાળક મળી આવ્યું હતું. આ મામલે એક મહિલાની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.

જાણો શું છે સમગ્ર મામલો

મળતી માહિતી અનુસાર, સુરતના પાંડેસરા ન્યુ બમરોલી રોડ પર ધીરજભાઈ શુક્લા તેમની પત્ની સંધ્યાને પ્રસુતિની પીડા ઉપડતા સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી હતી. જ્યાં મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો. ત્યારબાદ બાળકને વધુ સારવાર અર્થે માતા સાથે છઠ્ઠા માળે જી-1 વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી. રાત્રે 9 વાગ્યાના સુમારે એક અજાણી મહિલા બાળકને લઈને ગુમ થઇ ગયી હતી. બાળક ગુમ થયા બાદ બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી પરંતુ બાળકની કોઈ ભાળ નહીં મળતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી ક્રાઈમ બ્રાંચ સહિતનો પોલીસ કાફલો હોસ્પિટલ પહોંચ્યો હતો. હાલ પોલીસે બાળક નવાગામ ડિંડોલીમાં આવેલી લક્ષ્મીનારાયણ સોસાયટીમાંથી મળી આવ્યું હતું. સાથે જ બાળકને ઉઠાવી જનારી મહિલા અને તેના પતિને ખટોદરા પોલીસ સ્ટેશન લઈ આવીને વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે. 


સુરતની સિવિલ હોસ્પિટલમાંથી ચોરાયેલું બાળક 16 કલાકે મળ્યું, CCTVમાં કેદ મહિલાને ઝડપી લેવાઈ 2 - image

ઉલ્લેખનીય છે કે, હોસ્પિટલના CCTV ફૂટેજમાં એક અજાણી મહિલા બાળકની માતા પર લગભગ 3 કલાક સુધી નજર રાખતી જોવા મળી હતી. ત્યારબાદ, તેણી સાવચેતીપૂર્વક બાળકને થેલામાં મૂકીને હોસ્પિટલની બહાર લઈ જતી કેમેરામાં કેદ થઈ હતી.

સુરતની સિવિલ હોસ્પિટલમાંથી ચોરાયેલું બાળક 16 કલાકે મળ્યું, CCTVમાં કેદ મહિલાને ઝડપી લેવાઈ 3 - image


Tags :