Gujarat

મુખ્યમંત્રી,પ્રધાનમંત્રી આવાસ યોજનાના ૩૮૦ આવાસમાં લાભાર્થીને બદલે ભાડુઆત રહેતા હોવાનો ઘટસ્ફોટ

By GS TEAM
29 Dec 20251 min read
મુખ્યમંત્રી,પ્રધાનમંત્રી આવાસ યોજનાના ૩૮૦ આવાસમાં લાભાર્થીને બદલે ભાડુઆત રહેતા હોવાનો ઘટસ્ફોટ

 અમદાવાદ, સોમવાર,29 ડિસેમ્બર,2025

અમદાવાદના વિવિધ વિસ્તારમાં મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસો બનાવાયા છે.આ આવાસોમાં મુળ લાભાર્થીના બદલે ભાડુઆત રહેતા હોવાનો ઘટસ્ફોટ થતા તંત્રે ૩૮૦ આવાસના લાભાર્થીને નોટિસ આપી છે. ૪૬ આવાસ સીલ કર્યા છે.કોર્પોરેશનની હાઉસીંગ કમિટીની મળેલી બેઠકમાં કમિટીએ નિયમભંગ કરીને જ આવાસો ભાડુઆતને અપાયા છે.તો કયા કારણથી તમામ આવાસ સીલ કરાતા નથી એમ કહી પંદર દિવસમાં તમામ આવાસ સીલ કરવા તંત્રને અલ્ટિમેટમ આપ્યુ છે.

વિવિધ આવાસ યોજનાના આવાસોમાં કોર્પોરેશન તરફથી તપાસ હાથ ધરાઈ હતી.ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ૧૭૫ આવાસ માટે શોકોઝ નોટિસ આપી છ આવાસ સીલ કરાયા હતા.દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં ૨૪ આવાસ માટે નોટિસ આપી ત્રણ આવાસ સીલ કરાયા હતા.પશ્ચિમ ઝોનમાં ૮૭ આવાસ માટે નોટિસ આપી ૨૧ આવાસ સીલ કરાયા હતા.દક્ષિણ ઝોનમાં ૪૮ આવાસ માટે નોટિસ આપી ૮ આવાસ સીલ કરાયા હતા.પૂર્વ ઝોનમાં ૪૬ આવાસ માટે નોટિસ આપીને ૮ આવાસ સીલ કરાયા હતા.વર્તમાન ટર્મ પહેલા કમિટીએ આપેલી સુચના મુજબ મુળ લાભાર્થીઓના બદલે ભાડુઆત રહેતા હોય તેવા તમામ આવાસ તંત્ર સીલ કરશે કે કેમ એ જોવુ રહયું.