Get The App

મિત્રએ પત્ની કહીને લાવેલી યુવતીની હત્યા કરી

નારોલમાં મકાન ખાલી કરાવ્યું હોવાનું કહીને આરોપી મિત્રના ઘરે રાત રોકાવા આવ્યો

મકાન ખોલીને જોયું તો લોહીથી લથપથ યુવતીના લાશ પડેલી હતી

Updated: May 21st, 2025

GS TEAM


Google News
Google News

અમદાવાદ, બુધવારમિત્રએ પત્ની કહીને લાવેલી યુવતીની હત્યા કરી 1 - image

 નારોલ વિસ્તારમાં રહેતા આધેડના ત્યાં તેનો મિત્ર પોતાની પત્ની હોવાનું કહીને એક યુવતીને લઇને આવ્યો હતોઅને મકાન માલિકે અમારુ મકાન ખાલી કરાવ્યું એક રાત અહીંયા રહેવા દેવાની વાત કરી હતી. જેથી આધેડે દયા ખાઇ તેમને રહેવા ઓરડીમાં રહેવાની હા પાડીને તેઓ નોકરી ગયા હતા. બીજા દિવસે સવારે તેઓ પરત આવ્યા ત્યારે મકાનને બહારથી સ્ટોપર મારેલી હતી આધેડે મકાન ખાલીને અંદર જઇને જોયું તો  યુવતીની હત્યા કરેલી હાલતમાં લાશ પડી હતી. જ્યારે મિત્ર પલાયન થઇ ગયો હતો. આ બનાવ અંગે નારોલ પોલીસે હત્યાનો ગુનો નોંધીને ફરાર આરોપીની શોધખોળ શરુ કરી છે.

આધેડ સવારે નોકરીથી આવ્યા ત્યારે મકાનને બહારથી સ્ટોપર મારેલી હતી મકાન ખોલીને જોયું તો લોહીથી લથપથ યુવતીના લાશ પડેલી હતી ઃ નારોલ પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો 

 નારોલ વિસ્તારમાં શાહવાડી પાસે ભાડાના મકાનમાં રહેતા અને ખાનગી કંપીનીમાં નોકરી કરતા આધેડે નારોલ પોલીસ સ્ટેશનમાં મહારાષ્ટ્ર મુંબઇના ઘાટકોપર રહેતા અનિલ અને અન્ય એક શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે કે તા. ૧૯ના રોજ રાતે ફરિયાદી પોતાના ઘરે હાજર હતા. ત્યારે તેમનો મિત્ર અનિલ અને પોતાની પત્ની હોવાનું કહીને  એક યુવકતી લઇ ત્યાં આવીને કહ્યું કે અમારા માલિકે મકાન ખાલી કરાવ્યું છે જેથી એક રાત અમારે રોકાવું છે. તેમ કહેતા ફરિયાદીએ હા પાડી હતી. બાદમાં સાંજે ફરિયાદી નોકરી જવાનું હોવાથી તેઓ જમીને રાત્રે નોકરી પર ગયા હતા. 

બીજા દિવસે સવારે તેઓ આરોપીને ફોન કર્યો હતો પરંતું રીગ વાગતી હતી તેણે ફોન ઉઠાવ્યો ન હતો.  જ્યારે ૮ વાગ્યે નોકરીથી છૂટીને પોતાના ઘરે આવ્યા ત્યારે રૃમનો દરવાજો બહારથી બંધ હતો અને લોક તથા ચાવી નીચે સાઇડમાં પડયા હતા. ત્યારબાદ તેમણે દરવાજો ખોલીને ઘરમાં જતા રીના ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં લોહી લુહાણ નીચે પડી હતી.  ચેક કરતા તે મૃત્યુ પામી હતી. જેથી ફરિયાદી ગભરાઇ ગયા હતા અને દરવાજો ફરીથી બહારથી બંધ કરી દીધો હતો અને પાડોશમાં રહેતા મિત્રને જાણ કરી હતી. આ મામલે પોલીસને જાણ કરતા નારોલ પોલીસ ઘટના સ્થળ પર આવી ગઇ હતી. પછી મરણજનાર યુવતીની તપાસ કરતા તેનું પુરુ નામ રીના રાજેન્દ્રભાઇ વર્મા હોવાનું બહાર આવ્યું હતું.


Tags :