મ્યુનિ. કોર્પોરેશનની ખોરાક શાખા દ્વારા ચાર ટીમો બનાવી શહેરના ચાર ઝોનમાં વારસિયા, માંજલપુર, રેલવે સ્ટેશન પાછળ -અલકાપુરી તથા સમા -સાવલી રોડ વિસ્તારોમાં આકસ્મિક ચેકિંગ કરાયું હતું.
આ દરમિયાન લારી, દુકાનો, રેસ્ટોરન્ટ, હોટલ, કેટરિંગ સહિતના કુલ ૪૭ યુનિટની તપાસ કરતા ૩૦ યુનિટમાં બેદરકારી સામે આવી હતી. જેમાં નિયમભંગ બદલ ૭ યુનિટને શિડ્યૂલ-૪ મુજબ નોટિસ ફટકારવામાં આવી છે. અખાદ્ય પદાર્થોનો પર કિ.ગ્રા. જથ્થો નાશ કરાયો છે તેમજ ૮.૫ કિ.ગ્રા. સિંગલ યુઝ પ્લાસ્ટિક પણ જપ્ત કરી નષ્ટ કરવામાં આવ્યું હતું. ગંદકી રાખવા અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવા બદલ કુલ રૂ. ૧.૬૩ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.
વારસિયામાં ચટપટા પંજાબીખાના ખાતેથી રોટલી, ભાત, શાક, વિવેક કેક શોપમાં કેક બેઝ, અલકાપુરી ન્યુ રિગલ રેસ્ટોરન્ટ માંથી ચિકન, ફિશ, મટન, સમા વિસ્તારમા મિસ્ટર પાઉભાજી ખાતે કોબીજ, પીંડદી ગલી ખાતેથી પકોડા, દાળ, પાલક તેમજ માંજલપુર વિસ્તારમાં જયદુર્ગા હોટલથી છાસ અનેવાવ મોમોજ ખાતેથી મોમોજના જથ્થાનો નાશ કરાયો હતો.
વારસિયામાં લાયસન્સ વગર કાર્યરત જે.કે.એન્ટરપ્રાઈઝયુનિટ બંધ કરાવ્યું હતું.


