Gujarat

છોટા ઉદેપુર: રોડધા ગામેથી દેશી તમંચા સાથે એક શખસની ધરપકડ, ગેરકાયદે હથિયાર પાછળ મધ્ય પ્રદેશનું કનેક્શન

By GS TEAM
2 Jun 20262 mins read
TukuTouch Logo
છોટા ઉદેપુર જિલ્લામાં ગેરકાયદે હથિયારો રાખતા અને તેની હેરાફેરી કરતા તત્ત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. એક બાતમીના આધારે છોટા ઉદેપુર એસઓજી (SOG) અને પાનવડ પોલીસે સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરીને એક મકાનમાંથી દેશી તમંચો ઝડપી પાડ્યો છે. પોલીસે ગેરકાયદે હથિયાર સાથે એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

છોટા ઉદેપુર: રોડધા ગામેથી દેશી તમંચા સાથે એક શખસની ધરપકડ, ગેરકાયદે હથિયાર પાછળ મધ્ય પ્રદેશનું કનેક્શન

Chhota Udepur News: છોટા ઉદેપુર જિલ્લામાં ગેરકાયદે હથિયારો રાખતા અને તેની હેરાફેરી કરતા તત્ત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. એક બાતમીના આધારે છોટા ઉદેપુર એસઓજી (SOG) અને પાનવડ પોલીસે સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરીને એક મકાનમાંથી દેશી તમંચો ઝડપી પાડ્યો છે. પોલીસે ગેરકાયદે હથિયાર સાથે એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બાતમીના આધારે ઘરમાં પાડી રેડ

મળતી માહિતી અનુસાર, છોટા ઉદેપુર એસઓજી પોલીસને માહિતી મળી હતી કે, રોડધા ગામે રહેતા ઉદેસીગ રાઠવા ઘરમાં ગેરકાયદે હથિયાર છુપાવીને બેઠો છે. આ બાતમીના આધારે એસઓજી અને પાનવડ પોલીસની ટીમે સંયુક્ત રીતે રોડધા ગામે ઉદેસીગ રાઠવા નામના શખસના મકાનમાં દરોડો  પાડ્યો હતો. આ દરમિયાન આરોપી ઉદેસીગ રાઠવાના મકાનની તપાસ કરતા તેના ઘરમાંથી એક દેશી તમંચો મળી આવ્યો હતો, જેને પોલીસે જપ્ત કર્યો છે. હથિયાર રાખવા અંગેનું કોઈ પણ લાયસન્સ ન હોવાથી પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી.

મધ્ય પ્રદેશ કનેક્શન ખુલતા પોલીસ ચોંકી ઉઠી

છોટાઉદેપુર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી આ પ્રકારે દેશી તમંચો મળી આવતા પોલીસ બેડામાં પણ દોડધામ મચી ગઈ છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આ ગેરકાયદે હથિયાર પાછળ મધ્ય પ્રદેશ (MP) કનેક્શન હોવાનું સામે આવ્યું છે. સામાન્ય રીતે આ પ્રકારના દેશી તમંચા અને અન્ય હથિયારો પડોશી રાજ્ય મધ્ય પ્રદેશમાંથી લાવવામાં આવતા હોય છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આરોપી આ તમંચો મધ્ય પ્રદેશના કયા હથિયાર તસ્કર પાસેથી લાવ્યો હતો અને તેનો ઉપયોગ કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં કરવાનો હતો કે કેમ? હાલમાં પાનવડ પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની સઘન પૂછપરછ શરૂ કરી છે.