વડોદરાની છાણી પોલીસે પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને રાજસ્થાનમાંથી ઝડપી પાડયા
Vadodara : વડોદરામાં છાણી પોલીસે તાજેતરમાં જ 8.44 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે 46.24 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. ત્યારે આ ગુનામાં ફરાર આરોપીઓ પૈકી બે જણાને રાજસ્થાન માંથી પોલીસે ઝડપી પાડ્યા છે.
ગત 24 જુલાઈના રોજ છાણી પોલીસ દ્વારા 8.44 લાખના દારૂ સાથે રૂ.46.24 લાખનો મુદામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો. જેમાં સ્થળ ઉપરથી એક આરોપીની ધરપકડ કરાઈ હતી. જ્યારે બાકીના આરોપીઓ ભાગી ગયા હોય તેમને વોન્ટેડ જાહેર કરાયા હતા. છાણી પોલીસે પકડાયેલ આરોપીની પુછપરછ કરી હતી. ત્યારબાદ પોલીસે ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ આ આરોપી ગુજરાત તથા રાજસ્થાન રાજ્યના અલગ અલગ શહેર ખાતે પોતાના લોકેશનો બદલતા રહેતા હતા. જે આરોપીના રહેણાક સરનામાની ખાત્રી કરી આરોપીના તેમજ તેના પરીવારના સભ્યોના મોબાઈલ ફોનની માહીતી મેળવી આરોપીઓના લોકેશનોનુ એનાલીસીસ કર્યું હતું. ત્યારે આરોપીની હાજરી રાજસ્થાન ખાતે તેઓના વતનમાં હોવાની ટેકનીકલ સોર્સ તેમજ હ્યુમન સોર્સથી માહીતી મળી હતી. જેથી છાણી પોલીસે મોબાઈલ લોકેશન આધારે વડોદરાથી તાત્કાલિક શિવપુર રાજસ્થાન ખાતે પહોંચી બે આરોપીઓને પકડી પાડી ઝડપી પાડ્યા હતા ત્યારબાદ તેમને છાણી પોલીસ સ્ટેશન ખાતે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.