તરસાલીમાં ખમણની દુકાનમાં કામ કરતા રસોઇયાનું મોત
આજવા રોડ પર રહેતા સફાઇ સેવકનું બીમારીથી મોત
વડોદરા,ખમણની દુકાનમાં રસોઇયા તરીકે કામ કરતા ૩૮ વર્ષનો યુવાન બેભાન થઇ જતા તેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પરંતુ, તેનો જીવ બચી શક્યો નહતો.
વાઘોડિયા રોડ હરિયાળી હોટલની પાછળ વુડાના મકાનમાં રહેતા ૩૮ વર્ષના રમણભાઇ ડાહ્યાભાઇ વસાવા તરસાલી રવિ પાર્ક ચાર રસ્તા પાસે આવેલી ધુ્રવી ખમણ નામની દુકાનમાં નોકરી કરતો હતો. છેલ્લા ૧૭ વર્ષથી નોકરી કરતા રમણભાઇ વસાવા આજે દુકાનમાં એકલા હતા. તે દરમિયાન બેભાન હાલતમાં મળી આવતા તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ, તેઓનો જીવ બચી શક્યો નહતો. મોતનું કારણ જાણવા માટે મકરપુરા પોલીસ પી.એમ.રિપોર્ટની રાહ જોઇ રહી છે.
જ્યારે અન્ય એક બનાવની વિગત એવી છે કે, આજવા રોડ શુભલક્ષ્મી સોસાયટીની નજીક નારાયણધામ સોસાયટીમાં રહેતા પંકજભાઇ ભાલજીભાઇ સોલંકી ( ઉં.વ.૩૩) કોર્પોેરેશનના વોર્ડ - ૫ માં સફાઇ સેવક તરીકે નોકરી કરતો હતો. તેેને શ્વાસની બીમારી હતી. ગઇકાલે રાતે તેની તબિયત બગડતા તેનું મોત થયું હતું. જે અંગે બાપોદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.