Gujarat

ઉમરાળાકાળુબાર નદી પરનો સામાકાંઠે જવાનો માર્ગ ખુલ્લો થતાં હાશકારો

By GS TEAM
17 Jun 20262 mins read
ઉમરાળાકાળુબાર નદી પરનો સામાકાંઠે જવાનો માર્ગ ખુલ્લો થતાં હાશકારો

11  મહિના બાદ ચેકડેમનાં પાણી સુકાતા

વરસાદ પડતા ફરી રસ્તો ડુબી જશે, ૨૦૦૬થી લોકો પોતાની મુશ્કેલીનું નિરાકરણ ઝંખે છે પણ તંત્ર નિંભર

ભાવનગર - ઉમરાળા કાળુભાર નદી વચ્ચેથી સામાકાંઠે જવા રસ્તો બનાવાયો છે. પરંતુ ચોમાસાનાં વરસાદ બાદ ચેકડેમ બનાવેલ હોય આ રસ્તો ૧૧ મહિનાની ડુબેલો રહ્યો હતો હાલ ગામમાં પાણી સુકાતા રસ્તો ખુલ્લો થયો છે. જે વરસાદ બાદ ફરી ડુબી જશે ૨૦૦૬થી માંગણી થવા છતાં નિંભર તંત્ર આ પ્રશ્નનો કાયમી ઉકેલ લાવવામાં ખોખલુ સાબિત થયું છે.

ઉમરાળામાં કાળુભાર નદી પર બે કિમી. જેટલા અંતરમાં ત્રણેક ચેકડેમ બાંધવામાં આવ્યા ત્યારથી નદીના પટમાંથી સામાકાંઠે જવા આવવાનો માર્ગ ચેકડેમના પાણીમાં ૧૧ મહિના સુધી ડુબેલો રહેતો હોઈ સામા કાંઠે જવા આવવાની જરૃરિયાતવાળા લોકોએ બે કિમીથી વધુ અંતર ફરીને સામા કાંઠે જવું પડે છે. દર વર્ષે જુનના બીજા પખવાડિયામાં પ્રથમ વરસાદ થાય અને ચેકડેમો છલકાય ત્યારથી નદી પટનો માર્ગ ડુબી જાય તે અગિયાર મહિને ચેકડેમનું પાણી સુકાય નહીં ત્યાં સુધી ડુબમા ંજ રહે છે. મેની આખરમાં અથવા જૂનના પ્રારંભે ચેકડેમના પાણીસુકાય ત્યારે નદી પટનો માર્ગ ખુલ્લો થાય અને સામા કાંઠે જવા આવવાની રોજિંદી જરૃરિયાતવાળા લોકો રાહતનો દમ ખેંચે ત્યાં વળી પાછું ચોમાસું શરૃ થઈ જાય. આ પરિસ્થિતિ બે દાયકા અગાઉ વર્ષ ૨૦૦૪-૦૫માં ૩ ચેકેડેમ બન્યા ત્યારથી ચાલે છે.

આ સમસ્યાનાં ઉકેલ માટે નદીના પટમાં ડુબેલા રહેતા રસ્તાનાં સ્થો ચેકડેમની પાળીની ઉંચાઈ જેટલા ઉંચા કોઝવે (બેઢો પુલ)નું નિર્માણ કરવું જરૃરી છે જે માટે વર્ષ ૨૦૦૬થી માંગ કરી રહ્યા છે પરંતુ બહેરા તંત્રને લોકોની તકલીફો દેખાતી નથી.

ચોમાસા બાદ ૧૧ મહિના સામાકાંઠે જવા બે કિમીનું અંતર કાપવું પડે છે.

કાળુભારના સામા કાંઠા પર અહીંનાં ખેડુતોની જમીન, ગૌચર, પ્રાચીન શિવાલય, ખોડિયાર મંદિર, ગોપાલધામ વગેરે ધાર્મિક સ્થલો ઉપરાંત મુસ્લિમ સમાજનું કબ્રસ્તાન પણ સામાકાંઠા પર છે. આથી અહીંના ખેડુતો, માલધારીઓ, આસ્થાળુઓ, મુસ્લિમ બિરાદરો વગેરેને રોજ સામાકાંઠે જવું આવવું પડે છે. આ તમામ લોકોએ ઉમરાળા ગામની મુખ્ય બાજર સહિતનો વિસ્તાર પસાર કર્યા પછી વાહનોની સતત અવરજવર વાળા સ્ટે હાઈવેનો કાળુભાર પરનો પુલ પસાર કરીને બે કિમીનું અંતર કાપી સામા કાંઠે જવા આવવાની ફરજ પડે છે.