વડોદરામાં ફાયર એનઓસી અંગે ચેકિંગ માટે 236 હોસ્પિટલોના ચેકિંગની કાર્યવાહી શરૂ
Vadodara : રાજ્ય અને કેન્દ્ર સરકારની મળેલી ગ્રાન્ટ અંગે પાલિકા મ્યુ. કમિશનરની બેઠકમાં ચર્ચા થઈ હતી. આ ઉપરાંત ફાયર એનઓસી અંગે 236 હોસ્પિટલોનું ચેકિંગ અંગે લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે.
રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા મળેલી ગ્રાન્ટ અંગે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુના નેજા હેઠળ મળેલી બેઠકમાં ચર્ચા થઈ હતી. 2024-25ના રાજ્ય સરકારના વિકાસના કામો અંગે પણ સગન ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ઉપરાંત જે કામો પેન્ડિંગ છે એ બાબતે પણ તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત રાજ્ય સરકાર અને હાઇકોર્ટ દ્વારા ફાયર એનઓસી બાબતે પાલિકા દ્વારા 236 હોસ્પિટલોનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. પરંતુ આ અંગે ટીમ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેમાં રીન્યુઅલ નહીં કરાતા પગલાં લેવાની કાર્યવાહી પણ ચીમકી આપવામાં આવી છે.