Get The App

વડોદરામાં ખાદ્ય પદાર્થોની દુકાનોમાં ચેકીંગ : ગોત્રીમાં ગંદકી રાખતા ફુડ બીઝનેશ ઓપરેટરોની દુકાનો બંધ કરાવાઈ

Updated: Jul 22nd, 2025

GS TEAM

Google News
Google News
વડોદરામાં ખાદ્ય પદાર્થોની દુકાનોમાં ચેકીંગ : ગોત્રીમાં ગંદકી રાખતા ફુડ બીઝનેશ ઓપરેટરોની દુકાનો બંધ કરાવાઈ 1 - image


Vadodara Food Safety : વડોદરા કોર્પોરેશનના ખોરાક શાખાના ફુડ સેફ્ટી ઓફિસરો દ્વારા શહેરના ગોત્રી ચાર રસ્તા પર આવેલ ખાદ્ય પદાર્થોની દુકાનોમાં તથા સ્થળ પર ગંદકી રાખતા હોવાને કારણે ફુડ બીઝનેશ ઓપરેટરોની જય ભવાની પંજાબી ખાના, ફેન્સી ચુલા ઢોસા, લાઇવ ઢોસા, બાલાજી ઢોસા, ચટાકો રીયલ પંજાબીખાના, રવીરાજ ગાઠીયા અને ફરસાણ, શ્રી જનતા આઇસક્રીમ, પ્રભુ બોમ્બે પાઉભાજી અને પુલાવ, પ્રભુ બોમ્બે દાબેલી અને વડાપાઉ, પ્રભુ બોમ્બે ભેલપકોડી અને પાણીપુરી, આનંદ ઢોસા, શ્રી પંજાબીખાના વિગેરે દુકાનો બંધ કરાવવામાં આવી હતી.

હનુરામ ચાઇનીઝ, શ્રીજી હાઇટ્સ, દુકાન નંબર-2, માંજલપુર ખાતે અનહાઇજેનીક કંડીશન હોવાથી શીડ્યુલ-4ની નોટીસ આપવામાં આવેલ તથા મોબાઇલ ટેસ્ટીંગ વાન (ફુડ સેફ્ટી ઓન વ્હીલ્સ) દ્વારા શહેરના સુરસાગર ચાર રસ્તા પર ફુડના વિવિધ પ્રકારના 23 નમુના જેવા કે મરચુ પાવડર, રેડ ચટણી, પાણીપુરીનું પાણી વિગેરેનું સ્થળ પર ટેસ્ટીંગ કરવામાં આવ્યું. જેમાંથી 9 જેટલી લારીઓના ફુડ વેન્ડર્સને ટ્રેનીંગ અને અવેર્નેશ કરવામાં આવ્યા હતા. જેમાં "શીડ્યુલ-4" નોટીસ પ્રમાણે સ્વચ્છતા જાળવવાનું માર્ગદર્શન આપવામાં આવેલ છે.

Tags :