વડોદરામાં ગણેશોત્સવને ધ્યાનમાં રાખીને મીઠાઈની આઠ આઠ દુકાનોમાં ચેકિંગ
Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા શહેરમાં આઠ સ્થળે ચેકિંગ કરીને ખાદ્ય પદાર્થોના 19 નમૂના લીધા હતા. ગણેશોત્સવને ધ્યાનમાં રાખીને છેલ્લા કેટલાક દિવસથી ચેકિંગ ચાલી રહ્યું છે. રાવપુરા વિસ્તા૨માં એમ્બેસેડર સ્વીટમાં ઇન્સપેક્શન કામગીરી કરીને મોતીચુરના લાડુ અને રોઝ મોદકના નમુના લીધા હતા. અકોટા વિસ્તારમાં જય શ્રી ક્રિષ્ણા લાઈવ જૈન વેફરમાં ઇન્સપેક્શન કરીને પામોલીન ઓઈલ અને રતાળાની વેફરના નમુના લીધા હતા.
માંજલપુર વિસ્તારમાં કોરલ એન્ટરપ્રાઈઝ રેસ્ટોરન્ટમાં પ્રી-ઈન્સપેક્શનની કામગીરી કરી હતી. જી.આઈ.ડી.સી. રોડ, માંજલપુર વિસ્તારમાં મહાલક્ષ્મી સ્વીટ એન્ડ ફરસાણમાં અને શિવ શક્તિ કુડમાં ચેકિંગ કરીને બેસનના લાડુ અને ચોકલેટ મોદકનો નમુનો તપાસવા લીધો હતો. આજવા રોડ પર શ્રીનાથ સ્વીટ એન્ડ ફરસાણમાંથી બુંદીના લાડુ અને કેસરી મોદક અને તરસાલી ક્રિષ્ણા સ્વીટ એન્ડ ફરસાણમાંથી છે મોતીચુરના લાડુ, કેસરી મોદક, ચોકલેટ બરફી, ચોકલેટ મોદક, સેવ અને મોદકના નમુના લીધા હતા. છાણી જયભોલે સ્વીટ એન્ડ ફરસાણમાં ચેકિંગ દ૨મ્યાન બુંદીના લાડુ, મીક્ષચવાણુ, સેવ, ઓરેન્જ મોદક, મોતીચુરના લાડુના નમુના લીધા હતા.