Get The App

નાતાલ પર્વ પૂર્વે કોર્પોરેશનના આરોગ્ય વિભાગનું safety on wheels દ્વારા 50 દુકાનોનું ચેકિંગ

Updated: Dec 24th, 2021

GS TEAM


Google News
Google News
નાતાલ પર્વ પૂર્વે કોર્પોરેશનના આરોગ્ય વિભાગનું safety on wheels દ્વારા 50 દુકાનોનું ચેકિંગ 1 - image


વડોદરા, તા. 24 ડિસેમ્બર

વડોદરા મહાનગર પાલિકાના ફુડ વિભાગ દ્વારા આગામી નાતાલ પર્વને અનુલક્ષીને શહેરના વિવિધ વિસ્તારોમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન સેફટી ઓન વ્હીલ્સ દ્રારા 50 દુકાનોમાંથી 60 સેમ્પલોની સ્થળ પર જ ચકાસણી કરવામાં આવી હતી. જ્યારે બેકરી યુનીટોમાં ચેકીંગ કરી 15 સેમ્પલ લેબોરેટરીમાં ચકાસણી અર્થે મોકલી આપવામાં આવ્યા છે.  આ ઉપરાંત ચર્ચામાં આવેલા “અનુલ બ્રાન્ડ”નું વેચાણ શહેરમાં મળી આવ્યું નથી.

નાતાલ પર્વ પૂર્વે કોર્પોરેશનના આરોગ્ય વિભાગનું safety on wheels દ્વારા 50 દુકાનોનું ચેકિંગ 2 - image

વડોદરા મહાનગરપાલિકાની ખોરાક શાખા દ્વારા વડોદરા શહેરના વિસ્તારોમાં દુધ, મરચાં પાવડર, હળદર પાવડર, ધાણા પાવડર, કપાસીયા તેલ, સીંગતેલ, સહિતની ખાદ્ય ચીજોનું વેચાણ કરતી 50 દુકાનોમાં આકસ્મિક ચેકીંગ હાથ ધરી ફુડ સેફટી ઓન વ્હીલ્સ દ્રારા 60 જેટલા નમુનાઓની સ્થળ ઉપર ચકાસણી કરવામાં આવી હતી. તદુપરાંત આગામી નાતાલ પર્વને અનુલક્ષી બેકરી યુનીટોમાં પણ ચેકીંગ કરી 15 સેમ્પલ પૃથક્કરણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. જ્યારે “અમુલ બ્રાન્ડ” જેવા પેકેજીંગ ધરાવતા “અનુલ બ્રાન્ડ” પેક્ડ મિલ્કના વેચાણ બાબતે પણ જરૂરી કામગીરી કરવામાં આવી છે.ગુજરાત સરકાર દ્વારા  ફુડ સેફટી ઓન વ્હીલ્સ ફાળવવામાં આવી છે. વડોદરા શહેરનાં જુદા-જુદા વિસ્તાર જેવા કે,ખંડેરાવ માર્કેટ, પદમાવતી શોપીંગ સેન્ટર, કડકબજાર, સયાજીગંજ, ન્યુ સમા રોડ, છાણી ગામ, ખોડીયર નગર, સહિતના વિસ્તારોમાં ફુડ સેફટી ઓન વ્હીલ્સ વાહન દ્વારા ટેસ્ટીંગની કામગીરી કરવામાં આવી હતી. દિવાળીના તહેવાર બાદ ખોરાક શાખાનાં ફુડ સેફટી ઓફીસરો દ્વારા નિયમીત કામગીરીના ભાગરૂપે તથા આગામી નાતાલના પર્વને અનુલક્ષીને કેક, કેસર, નાન ખટાઇ, લુઝ વિગેરેનાં કુલ-82 સેમ્પલ લઈ પૃથ્થકરણ અર્થે પબ્લીક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. આ ઉપરાંત સોશીયલ મીડીયા તેમજ જાહેર ખબર માં “અમુલ બ્રાન્ડ” જેવા પેકેજીંગ ધરાવતા “અનુલ બ્રાન્ડ” પેક્ડ મિલ્કના વેચાણ બાબતે  વિવિધ વિસ્તારોમાંતપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં  “અનુલ બ્રાન્ડ”નું વેચાણ મળી આવ્યું નથી.

Tags :