હાથીખાના, વાઘોડિયા રોડ અને હરણી રોડની દુકાનોમાં ચેકિંગ
વિવિધ પ્રકારના બાસમતી ચોખાના ૫૦ નમૂના તપાસાર્થે લીધા
વડોદરા,વડોદરા મ્યુનિ. કોર્પોરેશનના ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમે હાથીખાના, હરણી રોડ, વાઘોડિયા રોડ વગેરે વિસ્તારમાં આવેલી હોલસેલ અને રિટેલર દુકાનોમાં ચેકિંગ કર્યું હતુ ઃ જેમાં જુદા જુદા પ્રકારના બાસમતી સહિતના ચોખાના ૫૦ નમૂના લીધા હતા.
ન્યુ સમારોડ પર રીન્કી પ્રોવિઝન સ્ટોર, હરણી રોડ પર બ્રહ્માણી ટ્રેડર્સ, જય લક્ષ્મી પ્રોવિઝન સ્ટોર, હરણી સુપર સ્ટોર, પુરોહિત સુપર સ્ટોર, પાણીગેટ બહાર ભારત ટ્રેડર્સ, વાઘોડિયા રોડ વિસ્તારમાં પૂર્ણિમા સુપર સ્ટોર, મહાપ્રભુજી પ્રોવિઝન સ્ટોર, શિવમ પ્રોવિઝન સ્ટોર, હાથીખાનામાં ચાંદની એન્ટરપ્રાઇઝ, પરમેશ્વર એન્ટરપ્રાઇઝ, હરેકૃષ્ણ એન્ટરપ્રાઇઝ, વિજય લક્ષ્મી એન્ટરપ્રાઇઝમાં ચેકિંગ કરાયું હતુ.
આ દુકાનોમાંથી જુદા જુદા પ્રકારના બાસમતી ચોખા, જીરાસર, લચકારી, કોલમ, વાડા કોલમ વગેરે ચોખાના નમૂના લીધા હતા.
ભાયલીમાં પ્લુટો હોસ્પિટાલિટી (ટોમેટોસ) રેસ્ટોરાંમાં પ્રિ-ઇન્સ્પેક્શન કર્યું હતુ.