Get The App

ક્રેડિટકાર્ડ ચાલુ કરાવવાના બહાને ગઠિયાએ 6.59 લાખ ટ્રાન્સફર કરી લીધા

Updated: Nov 19th, 2025

GS TEAM

Google News
Google News
ક્રેડિટકાર્ડ ચાલુ કરાવવાના બહાને  ગઠિયાએ 6.59  લાખ ટ્રાન્સફર કરી લીધા 1 - image

વડોદરાઃ ક્રેડિટ કાર્ડ ચાલુ કરાવી આપવાના બહાને એક ભેજાબાજે બેન્કના ગ્રાહકના કાર્ડનો ઉપયોગ કરી રૃ.૬.૫૯ લાખ ટ્રાન્સફર કરાવી લેતાં સાયબર સેલે ફરિયાદ નોંધી છે.

આજવારોડ પર ઓમનગરમાં રહેતા અને ગ્રોમેક્ષ કંપનીમાં ફરજ બજાવતા મિતેષ કુમાર શાહે પોલીસને કહ્યું છે કે,ગઇ તા.૮મી મે એ અમારી ઓફિસમાં એક શખ્સ આવ્યો હતો અને તેણે એક્સિસ બેન્કના કર્મચારી તરીકે ઓળખાણ આપી હતી.

મારું એકાઉન્ટ એક્સિક બેન્કમાં હોવાથી અને મારું ક્રેડિટ કાર્ડ એક્ટિવ નહિ હોવાથી આ શખ્સે મને કેવાયસી કરી આપ્યું હતું અને ક્રેડિટ કાર્ડની નવી ઓફર અને નવા લાભોની વાતો કરી દસ દિવસમાં કાર્ડ ચાલુ થઇ જશે તેમ કહ્યું હતું.

મિતેષભાઇએ કહ્યું છે કે,ત્યારબાદ મને તા.૧૮મી મે એ કાર્ડ મળ્યું હતું.તા.૨૪મીએ મને ભેજાબાજે ફોન કરી બેન્કની એપમાં ક્રેડિટ કાર્ડ પર ક્લિક કરાવી ઓટીપી નંખાવ્યો હતો.ત્યારબાદ મારા બેન્ક ખાતામાંથી ત્રણ ટ્રાન્જેક્શન થયા હતા અને રૃ.૬.૫૯ લાખ ટ્રાન્સફર થઇ ગયા હતા.