Gujarat

વિદેશમાં નોકરીના નામે અલકાપુરીના મોનાર્ક માઇગ્રેશનના સંચાલકે 6 યુવકાે પાસે 50 લાખ પડાવ્યા

By GS TEAM
8 Oct 20251 min read
વિદેશમાં નોકરીના નામે અલકાપુરીના મોનાર્ક માઇગ્રેશનના સંચાલકે 6 યુવકાે પાસે 50 લાખ પડાવ્યા

વડોદરાઃ વિદેશમાં વિઝા અને નોકરીના નામે ચાલતા સ્કેમમાં વધુ એક બનાવ ઉમેરાયો છે. જેમાં અલકાપુરીના વિઝા કન્સલટન્ટે છ યુવકો પાસે રૃ.૫૦.૪૬ લાખ પડાવી લીધા હોવાની ફરિયાદ નોંધાઇ છે.

આણંદના નાર ગામે રહેતા સતિષકુમાર કાછીયાએ પોલીસને કહ્યું છે કે,ઓનલાઇન જાહેરાત જોયા બાદ મારા પુત્ર નિલને યુકે મોકલવા માટે અલકાપુરીના રત્નમ એપાર્ટમેન્ટમાં મોનાર્ક માઇગ્રેશન ઓફિસ ધરાવતા ધુ્રવ ઉર્ફે ધવલ જિતેન્દ્રભાઇ ચૌહાણ (રાંદલધામ સોસાયટી,ન્યુ સમારોડ)નો સંપર્ક કર્યો હતો.

જેમાં શ્વેતાબેને સ્કીમ સમજાવી હતી અને વેરહાઉસ કે હોટલમાં નોકરીના નામે પ્રોસેસ કરાવી હતી.મેં કુલ રૃ.૨૫.૫૦ લાખ ચૂકવ્યા હતા.પરંતુ ત્યારપછી પણ વિઝા કે રૃપિયા મળ્યા નહતા અને ઉડાઉ જવાબ આપવામાં આવતા હતા.

આવી જ રીતે બીજા પાંચ યુવકોને પણ પોલેન્ડ,ફિનલેન્ડ અને લિથુનિયા ખાતે મોકલવાના નામે રૃપિયા પડાવી લેવામાં આવ્યા હતા.જેથી અકોટા પોલીસે સંચાલક ધુ્રવ ચૌહાણ સામે ગુનો નોંધ્યો છે.

કોણે કોણે કેટલી રકમ ગુમાવી

નામ                   સરનામુ                 રકમ(લાખ)

સતિષકુમાર કાછીયા નાર ગામ,આણંદ          25.50

પરિમલ પટેલ      વિજય નગર,તરસાલી         10.15

ચિંતનભાઇ પટેલ સારસા,આણંદ                  9.62

મયૂરભાઇ બારોટ વિશાલનગર,તરસાલી 1.92

પિનલકુમાર શાહ ડભોઇ,ઝારોલા વગા         1.92

હાર્દિક ભાવસાર                ભોલેસાંઇ એપાર્ટમેન્ટ ફતેગંજ   1.35