ભાગીદાર પાસેથી દાગીના લઇ પરત નહી ંકરી છેતરપિંડી

વડોદરા,પૈસાની જરૃર હોવાનું જણાવી ભાગીદાર પાસેથી ૧૦ તોલા વજન ઉપરાંતના દાગીના લઇ ચાર મહિનામાં પરત આપી દેવાનું કહી છેતરપિંડી કરનાર સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે.
મકરપુરા જી.આઇ.ડી.સી. રોડ પરની સિદ્દી સિદ્દિ પાર્ક સોસાયટીમાં રહેતા જ્યંતિભાઇ રાજાભાઇ જારસાણીયા દિપ એન્ટરપ્રાઇઝના નામથી ડિસ્પોઝેબલ પેપર ડીશનો વેપાર કરે છે. માંજલપુર પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, અગાઉ હું લહેરીપુરા ન્યૂ રોડ પર મહાલક્ષ્મી એન્જિનિયરીંગ કોર્પોરેશન નામથી સ્પેર પાર્ટ્સનો ધંધો કરતો હતો. તે દરમિયાન ટિફિન સપ્લાયનું કામ કરતા પ્રતિક રમેશચંદ્ર ભટ્ટ (રહે. વૈષ્ણદેવી સોસાયટી, માંજલપુર) સાથે પરિચય થયો હતો. છેલ્લા ત્રણ વર્ષથી તે દિપ એન્ટરપ્રાઇઝમાં પાર્ટનર હતો. એપ્રિલ - ૨૦૨૩ માં પ્રતિક ભટ્ટે મને કહ્યું કે, મારે રૃપિયાની જરૃર છે.તેણે મારી પાસે દાગીના માંગી કહ્યું હતું કે, તમે મને દાગીના આપો તો હું ગીરવે મૂકીને તેના પર લોન લઇ તમારા દાગીના ચાર મહિનામાં પરત કરી દઇશ. મેં ૮૨.૭૬ ગ્રામનો કંદોરો તથા ૨૭ ગ્રામનું ડોકિયું તેને આપ્યા હતા.ત્યારબાદ તેણે મને દાગીના આપ્યા નથી.









