Get The App

પાંચ દિવસ માટે ભાડે લીધેલી કાર પરત નહિ કરનાર તાંદલજાના અતાઉરરહેમાન સામે ફરિયાદ

Updated: Mar 18th, 2026

GS TEAM

Google News
Google News
પાંચ દિવસ માટે ભાડે લીધેલી કાર પરત નહિ કરનાર તાંદલજાના અતાઉરરહેમાન સામે ફરિયાદ 1 - image

વડોદરાઃ શહેરમાં કાર ભાડે લીધા બાદ વગે કરવાના અનેક બનાવો બની રહ્યા છે.જેમાં તાંદલજા વિસ્તારમાં વધુ એક બનાવ ઉમેરાતાં પોલીસે ગુનો નોંધ્યો છે.

ફતેગંજ સદરબજારમાં મિસ્ત્રી કમ્પાઉન્ડ ખાતે રહેતા નુરૃલહક્ક ચૌહાણે પોલીસને કહ્યું છે કે,મારી પાસે ચાર કાર છે અને તે સોશ્યલ મીડિયાની એપ મારફતે પણ ભાડે આપવાનું કામ કરું છું.ગઇ તા.૫મી ફેબુ્રઆરીએ સાંજે મને અતાઉર રહેમાન સાકીર ભાઇ મેમણ(શાંતિવન સોસાયટી,મહાબલી પુરમ પાછળ,તાંદલજા)એ ફોન કરી પાંચ દિવસ માટે ડભોઇ જવું હોવાથી કાર ભાડે માગી હતી.

મેં એક દિવસનું રૃ.૫ હજાર ભાડું નક્કી કરી કાર આપી હતી.જેથી અતાઉર રહેમાને મને રૃ.૨૦ હજાર આપ્યા હતા.પાંચ દિવસ બાદ જીપીએસથી તપાસ કરતાં કાર બોડેલી નજીક હતી.પરંતુ અતાઉરરહેમાનનો સંપર્ક થતો નહતો.જ્યારે સંપર્ક થયો ત્યારે તેણે કાર બીજાને આપી છે,આવી જશે..તેમ કહ્યું હતું.પરંતુ હજી સુધી કાર આપી નથી.જેથી જેપી રોડ પોલીસે ગુનો નોંધ્યો છે.