Get The App

ફોન-પેમાં તરત ટ્રાન્સફર જશે કરી એપ ડાઉનલોડ કરાવી: ભેજાબાજે એની ડેસ્ક એપ ડાઉનલોડ કરાવી શિક્ષીકાના રૂ. 1 લાખ તફડાવ્યા

Updated: Jul 27th, 2022

GS TEAM

Google News
Google News
ફોન-પેમાં તરત ટ્રાન્સફર જશે કરી એપ ડાઉનલોડ કરાવી: ભેજાબાજે એની ડેસ્ક એપ ડાઉનલોડ કરાવી શિક્ષીકાના રૂ. 1 લાખ તફડાવ્યા 1 - image



- પાલનપુર પાટીયાની શિક્ષીકાએ ગુગલ પે દ્વારા એકમાંથી બીજી બેંકમાં પૈસા ટ્રાન્સફર કરવા ગુગલ પરથી કસ્ટમર કેર નંબર મેળવી કોલ કર્યો હતો

સુરત
પાલનપુર પાટીયા વિસ્તારની ટ્યુશન શિક્ષીકાને ગુગલ પે ની મદદથી સેન્ટ્રલ બેંકમાંથી કોટક મહિન્દ્રા બેંકમાં ટ્રાન્સફર કરવા માટે ગુગલ પર સર્ચ કરી મેળવેલા કસ્ટમર કેર નંબર પર કોલ કરતા ભેજાબાજે એની ડેસ્ક નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી રૂ. 1 લાખ તફડાવી લઇ વિશ્વાસઘાત કર્યાની ફરીયાદ રાંદેર પોલીસમાં નોંધાય છે.
પાલનપુર પાટીયા વિસ્તારની હિદાયત નગર સોસાયટીમાં રહેતી ટ્યુશન શિક્ષીકા ડિમ્પલ કેયુર પાનવાલા (ઉ.વ. 31) એ ગત 23 મે ના રોજ ગુગલ પે એકાઉન્ટ થકી સેન્ટ્રલ બેંકમાંથી કોટક બેંકમાં રૂપિયા ટ્રાન્સફર કરવા ગુગલ પરથી ગુગલ પે નો કસ્ટમર કેર નંબર સર્ચ કરી કોલ કર્યો હતો. પરંતુ કોલ કટ થઇ ગયા બાદ પુનઃ કોલ આવ્યો હતો અને કસ્ટમર કેરમાંથી વાત કરૂ છું એમ કહી શું મદદ કરીએ એવું પુછ્યું હતું. જેના પ્રત્યુત્તરમાં ડિમ્પલે ગુગલ પે થી રૂપિયા કેવી રીતે ટ્રાન્સફર કરી શકીએ એવું પુછતા ગુગલ પે કરતા ફોન પે માં તરત રૂપિયા ટ્રાન્સફર થઇ જશે એમ કહી એની ડેસ્ક નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવા કહ્યું હતું.

ફોન-પેમાં તરત ટ્રાન્સફર જશે કરી એપ ડાઉનલોડ કરાવી: ભેજાબાજે એની ડેસ્ક એપ ડાઉનલોડ કરાવી શિક્ષીકાના રૂ. 1 લાખ તફડાવ્યા 2 - image

આ રીતે વિશ્વાસ કેળવી લીધા બાદ ફોન પે એપ્લિકેશન ઓપન કરાવી તેમાં સેન્ટ્રેલ બેંકનો એકાઉન્ટ નંબર એન્ટર કરાવી કોટક મહિન્દ્રા બેંકમાં પ્રથમ રૂ. 1 હજાર ટ્રાન્સફર કરાવ્યા હતા. પરંતુ ત્યાર બાદ અચાનક જ એક પછી એક અલગ અલગ ઓટીપી ડિમ્પલના મોબાઇલમાં આવ્યા હતા અને ભેજાબાજે રૂ. 50 હજાર અને ત્યાર બાદ રૂ. 20 હજાર અને રૂ. 25 હજાર અને રૂ. 4 હજાર મળી કુલ રૂ. 1 લાખ તફડાવી લીધા હતા.

Tags :