ખેડા જિલ્લાના સસ્તા અનાજના દુકાનદારો હડતાલ પર ઉતર્યા

- પડતર માગણીઓ નહીં ઉકેલાતા આંદોલન
- માસિક કમિશન વધારીને 30 થી 40 હજાર રૂપિયા કરવા સહિતના પ્રશ્રો અધ્ધરતાલ
ખેડા જિલ્લામાં સસ્તા અનાજના દુકાનના સંચાલકોના એસોસિએશનના લાંબા સમયથી પડતર માગણીઓ નહીં સ્વિકારતા આજથી આંદોલન શરૂ કર્યું છે અને દુકાનદારો હડતાલ પાડી છે. એસોસિએશનના જણાવ્યા અનુસાર, મુખ્ય માંગણીઓમાં માસિક કમિશન ૨૦,૦૦૦ રૂપિયાથી વધારીને ઓછામાં ઓછું ૩૦,૦૦૦થી ૪૦,૦૦૦ રૂપિયા કરવું, દુકાનદારોને નિયમિત ખાતામાં કમિશન જમા કરવું, ૮૦ ટકા તદેદારી સમિતિના સભ્યોના અંગુઠાવાળો પરિપત્ર રદ કરવા સહિતની માગણીઓ કરવામાં આવી હતી. જોકે, સંચાલકોએ આક્ષેપ કર્યો છે કે, વર્ષોથી આ માગણીઓ પર ચર્ચા થાય છે. પણ કોઇ નક્કર નિર્ણય લેવામાં આવતો નથી.
જેના પગલે રાશન ડીલરોએ જથ્થાના ચલણ નહીં ભરવા અને વિતરણ કરવાની પ્રક્રિયાથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે. લાભાર્થીઓને મુશ્કેલી ઉભી થશે. આ દુકાનદારોના પડતર પ્રશ્રો તાકીદે ઉકેલવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે.

