Get The App

ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરના હેડ અને મેડમ સામે ઝડપથી ચાર્જશીટની તૈયારી

બાળકના પગ પર બેસીને ધમકાવતા પોલીસે બંનેની ધરપકડ કરી હતી

Updated: Apr 11th, 2025

GS TEAM


Google News
Google News
ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરના હેડ  અને મેડમ સામે ઝડપથી ચાર્જશીટની તૈયારી 1 - image

વડોદરા,ચાર વર્ષના બાળક સાથે ક્રૂરતાપૂર્વક વર્તન કરનાર ચાઇલ્ડ સેન્ટરના બે મેડમની મકરપુરા પોલીસે ધરપકડ કરી હતી. જામીન પર મુક્ત થયેલા બંને વિરૃદ્ધ ઝડપથી ચાર્જશીટ કરવાની તૈયારી પોલીસ કરી રહી છે.

શહેરના એક વેપારીનો ૪ વર્ષનો દીકરો તેની ઉંમરના બાળકો સાથે તે યોગ્ય રીતે વાતચીત  અને દોસ્તી પણ કરતો નહતો. જેથી, તેને ગત તા. ૨૫ મી ફેબુ્રઆરીએ પ્રતાપનગર પોલીસ  હેડ ક્વાટર્સની સામે આવેલા ન્યૂ હોરિઝોન્સ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરમાં મૂક્યો હતો.  ગત ૧૫ મી તારીખે માતા - પિતા પુત્રને સેન્ટર પર મૂકવા ગયા ત્યારે તે ખૂબ જ રડતો હતો. સેન્ટરના  હેડ મીરાબેન બાળકને પટકાવીને ખૂણામાં બેસાડી દીધો હતો. અને તેના પગ પર બેસી ગયા હતા અને  તેના મોંઢા પાસે જઇ  ડરાવી ધમકાવ્યો હતો. તેમજ તેમનો બાળક જ્યારે રૃમમાં ગયો ત્યારે પૂજા મેડમ ઝૂલા ઝૂલતા હતા. પરંતુ,તેઓએ કોઇ ધ્યાન આપ્યું નહતું. આ કેસની તપાસ દરમિયાન મકરપુરા પી.આઇ. વી.એસ.પટેલે સેન્ટરના હેડ ડો.મીરાબેન સંજયભાઇ ખાનવાલા (રહે. વાસણા ભાયલી રોડ) તથા મેડમ પૂજાબેન જયદિપભાઇ શાહ (રહે. ગોવર્ધન ટાઉનશિપ,  ડભોઇ રીંગ રોડ) ની ધરપકડ કરી હતી. આ કેસમાં પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ  પણ એકત્રિત કરવામાં આવી રહ્યા છે.

Tags :