Gujarat

હાઇવેના અધિકારીઓ પોલીસને પણ ગાંઠતા નથીઃ પોલીસને જાણ કર્યા વગર કપૂરાઇ બ્રિજ બંધ કરતાં અંધાધૂંધી સર્જાઇ

By GS TEAM
8 Aug 20251 min read
હાઇવેના અધિકારીઓ પોલીસને પણ ગાંઠતા નથીઃ પોલીસને જાણ કર્યા વગર કપૂરાઇ બ્રિજ બંધ કરતાં અંધાધૂંધી સર્જાઇ

વડોદરાઃ ટ્રાફિકને કારણે ઠેરઠેર અંધાધૂંધી થતાં પોલીસ કમિશનર નરસિમ્હા કોમરે તમામ પીઆઇને વાહન વ્યવહારની કામગીરીમાં લાગી જવા સૂચના આપી હતી અને ત્યારબાદ ટ્રાફિકની સમસ્યા હળવી બની હતી.

સૌથી વધુ ટ્રાફિક કપૂરાઇ બ્રિજ બંધ થવાથી જામ થયો હતો.નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓની અનેક વાર બેદરકારીના કિસ્સા સામે આવી રહ્યા છે.આવો જ  બનાવ કપૂરાઇ  બ્રિજના સરફેસિંગની કામગીરી દરમિયાન  બન્યો હતો.

પોલીસને જાણ કર્યા સિવાય જ કપૂરાઇ બ્રિજ બંધ કરી ટ્રાફિક ડાયવર્ટ કરાતાં કપૂરાઇ પોલીસ સ્ટેશનના પીઆઇ ડી સી રાઓલ ટીમ સાથે પહોંચી ગયા હતા અને કામ બંધ કરાવી મશીનરી અને બેરિકેડ ખસેડાવ્યા હતા.ત્યારબાદ ટ્રાફિક શરૃ થતાં બે કલાકે સ્થિતિ પૂર્વવત્ બની હતી.