Get The App

વડોદરા નજીક જાંબુઆ હાઇવે પર કપાસ ભરેલી ટેમ્પામાં આગ લાગતા અફરાતફરી

Updated: Jan 31st, 2026

GS TEAM

Google News
Google News
વડોદરા નજીક જાંબુઆ હાઇવે પર કપાસ ભરેલી ટેમ્પામાં આગ લાગતા અફરાતફરી 1 - image

Vadodara : વડોદરા નજીક જાંબુઆ હાઈવે પર આજે સવારે એક ટેમ્પામાં આગ લાગતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો.

જાંબુઆ હાઈવે ઉપર વાહનોની બારે અવરજવર વચ્ચે વાલીયા થી મહેસાણા તરફ જઈ રહેલા એક ટેમ્પામાં બેટરીના ભાગે ધુમાડા નીકળતા ડ્રાઇવર ટેમ્પો એક બાજુ પાર્ક કરીને ઉતરી ગયો હતો અને તરત જ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. 

ટેમ્પાનું વાયરીંગ ધીમે ધીમે વધુ સળગી રહ્યું હોવાથી વાહન ચાલકો ગભરાયા હતા. જોકે જીઆઇડીસી ફાયર બ્રિગેડ આવી જતા થોડી જ વારમાં આગ કાબુમાં લઈ લીધી હતી. જેને કારણે ટેમ્પા ની અંદર ભરેલા કપાસના બીજ નો મોટો જથ્થો બચી ગયો હતો. જો આગ કપાસ સુધી પહોંચી હોત તો આખો ટેમ્પો સળગી ગયો હોત.