Gujarat

વડોદરા રેલવે સ્ટેશન ખાતે આજથી બ્લોક હોવાથી કેટલીક ટ્રનોના સંચાલનમાં ફેરફાર

By GS TEAM
16 May 20261 min read
વડોદરા રેલવે સ્ટેશન ખાતે આજથી બ્લોક હોવાથી કેટલીક ટ્રનોના સંચાલનમાં ફેરફાર

પશ્વિમ રેલવેના વડોદરા રેલવે સ્ટેશન પર યાર્ડ-રિ મોડલિંગ તથા ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ કાર્ય માટે આવતીકાલે રવિવારથી મેજર બ્લોક લેવાશે.

આ કામગીરીના કારણે આગામી દિવસોમાં કેટલીક ટ્રેનોના સંચાલનમાં હંગામી ફેરફાર કરાશે. કેટલીક ટ્રેનોને વિશ્વામિત્રી, બાજવા અને છાયાપુરી સ્ટેશનો ખાતે શોર્ટ ટર્મિનેટ કરાશે.

વડોદરા – કોટા એક્સપ્રેસ તા. ૧૮ મેથી ૩૦ મે સુધી છાયાપુરી સ્ટેશનથી (શોર્ટ ઓરિજિનેટ) ઉપડશે, જ્યારે છાયાપુરી- વડોદરા વચ્ચે આ ટ્રેન રદ રહેશે. તેવી જ રીતે કોટા - વડોદરા તા.૧૭મેથી ૨૯ મે સુધી છાયાપુરી સ્ટેશન પર (શોર્ટ ટર્મિનેટ) સમાપ્ત કરાતાછાયાપુરી - વડોદરા વચ્ચે આટ્રેન રદ રહેશે.

જ્યારે અમદાવાદ-વડોદરા ઈન્ટરસિટી એક્સપ્રેસ તા. ૧૮મેથી ૩૦મે સુધી બાજવા સ્ટેશને સમાપ્ત થવાથી બાજવા –વડોદરા વચ્ચે રદ રહેશે. તેવી જ રીતે વડોદરા-અમદાવાદ ઈન્ટરસિટી ટ્રેન તા.૧૮મેથી ૩૦ મે સુધી બાજવા સ્ટેશનથી ઉપડશે અને બાજવા - વડોદરા વચ્ચે આ ટ્રેન રદ રહેશે.