Gujarat

વડોદરામાં વાતાવરણમાં પલટો : શહેરમાં સાતેક દિવસ સુધી વાદળછાયા વાતાવરણની સંભાવના

By GS TEAM
2 Feb 20261 min read
TukuTouch Logo
વડોદરા સહિત રાજ્યમાં શિયાળાની ઋતુના હવે અંતિમ દિવસો આવ્યા છે, તેવો અહેસાસ તાપમાનમાં પારાની સતત વધઘટ થતા લાગી રહ્યું છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ વડોદરા સહિત રાજ્યમાં વાતાવરણ હાલ સુકું રહેવાની સંભાવના છે

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં વાતાવરણમાં પલટો : શહેરમાં સાતેક દિવસ સુધી વાદળછાયા વાતાવરણની સંભાવના

Vadodara : વડોદરા સહિત રાજ્યમાં શિયાળાની ઋતુના હવે અંતિમ દિવસો આવ્યા છે, તેવો અહેસાસ  તાપમાનમાં પારાની સતત વધઘટ થતા લાગી રહ્યું છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ વડોદરા સહિત રાજ્યમાં વાતાવરણ હાલ સુકું રહેવાની સંભાવના છે. જોકે કેટલીક નવી સિસ્ટમના કારણે કેટલાક ભાગમાં વાતાવરણમાં પલટાની શક્યતા નકારી શકાતી નથી. શહેરમાં છેલ્લા ચાર પાંચ દિવસથી વેરી સવારથી વાદળછાયુ વાતાવરણ રહેતા ઠંડીના માહોલમાંથી રાહત મળી છે.

હવામાન ખાતાના જણાવ્યા મુજબ હાલ મધ્ય મહારાષ્ટ્રથી દક્ષિણ હરિયાણા સુધી એક ટ્રફ સિસ્ટમ સક્રિય થઈ છે. જેથી સમુદ્ર સપાટીથી 0.9 કિમીની ઊંચાઈ પર સ્થિત છે. ભૌગોલિક ફેરફારના કારણે વડોદરા સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગામી દિવસોમાં વાદળછાયુ વાતાવરણ રહી શકે છે. જ્યારે બીજી બાજુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સર્જાયું હોવાના કારણે વડોદરાના હવામાન પર કોઈ નોંધપાત્ર અસર થવાની શક્યતા નથી. આગામી સાતેક દિવસ સુધી ઓછામાં ઓછા તાપમાનમાં કોઈ મોટો ઘટાડો કે ફેરફાર થવાની સંભાવના જણાતી નથી. પરિણામે ઠંડીમાં રાહત મળી શકે છે. શુષ્કહવા અને પવનની ગતિના કારણે વહેલી સવારે અને મોડી રાત્રે ગુલાબી ઠંડીનો અહેસાસ થશે પરંતુ બપોરે સૂર્ય પ્રકાશના કારણે તાપમાનમાં થોડો વધારો થવાની શક્યતા છે. આમ એકંદરે ફેબ્રુઆરી માસના પ્રારંભમાં વડોદરા સહિત વિવિધ જિલ્લામાં મિશ્ર વાતાવરણ જોવા મળશે.