For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અમદાવાદમાં વાતાવરણમાં પલટો, શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ

કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો

અમદાવાદ અને ગાંધીનગરમાં હજુ 3 કલાક વરસાદની આગાહી

Updated: May 26th, 2023

Article Content Image

ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આજે માવઠાની આગાહી કરવામાં આવી છે. આ આગાહી પ્રમાણે અમદાવાદના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. અમદાવાદના એસજી હાઇવે વિસ્તાર, પ્રહ્લલાદ નગર, બોડકદેવ, સરખેજ, વેજલપુર, બોપલ, થલતેજ અને ચાંદખેડામાં વરસાદી માહોલ છવાઈ ગયો હતો. અમદાવાદ અને ગાંધીનગરમાં હજુ 3 કલાક વરસાદની આગાહી છે.

કવોલિફાયરની મેચ માટે વરસાદે મુશ્કેલી વધારી

આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સ આજે IPL 2023ની બીજી ક્વોલિફાયરની મેચ છે. ત્યારે હવે આ મેચ માટે વરસાદે મુશ્કેલી વધારી છે. 

28 અને 29મી મેના રોજ વરસાદ થવાની સંભાવના

હવામાન વિભાગ પ્રમાણે ગુજરાતમાં હવે ગરમીથી લોકોને રાહત મળી શકે છે. તાપમાનમાં પણ બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે. બીજી બાજુ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. આગામી 28 અને 29મી મેના રોજ વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને રાજકોટ, અમરેલી, ભાવનગર, પોરબંદર, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, વડોદરા, આણંદ અને ભરૂચમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 

સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે

દરિયામાં સિસ્ટમ સક્રિય થઈ રહી હોવાથી દરિયાકાંઠે તથા આસપાસના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે. દરિયામાં માછીમારી કરવા જનારા માછીમારોને પણ ત્રણ દિવસ દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવી છે. સ્થાનિક  હવામાન વિભાગ પ્રમાણે સૌરાષ્ટ્ર, કચ્છ સહિતના વિસ્તારોમાં પવન ફૂંકાઈ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે રાજ્યના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાઈ શકે છે આ માટે એલર્ટ પણ આપવામાં આવ્યું છે. 26 મેના રોજ ગુજરાતમાં 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. દરિયાકાંઠા વિસ્તારમાં 65 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે.

40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે

દેશના કેટલા રાજ્યમાં હવામાન વિભાગે ગાજવીજ સાથે વરસાદનું પણ એલર્ટ જારી કર્યું છે, જેના કારણે લોકોને ગરમીથી રાહત મળશે. હિમાચલમાં આંધી કરાવૃષ્ટિ અને ભારે પવન ફૂંકાવાની આગાહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હિમાલય ક્ષેત્રના હવામાનમાં પલટો આવ્યો છે. આજ રાજસ્થાનમાં પણ ધૂળભરી આંધી ફૂંકાઈ શકે છે, જ્યારે દિલ્હી સહિત ઉત્તર ભારતમાં હળવાથી મધ્યમ વરસાદથી સંભાવના છે. આ દરમિયાન 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

Gujarat