Gujarat

અધેવાડામાં ઇએસઆરના ટ્રાયલ માટે પાણી વિતરણનાં સમયમાં ફેરફાર

By GS TEAM
25 Nov 20251 min read
અધેવાડામાં ઇએસઆરના ટ્રાયલ માટે પાણી વિતરણનાં સમયમાં ફેરફાર

- નવનિર્મિત ઈ.એસ.આર. માંથી પાણી સપ્લાય આપવા માટે ટ્રાયલ લેવાશે

- ટ્રાયલ પૂર્ણ થયા બાદ કાયમી પાણી સપ્લાયનો સમય જાહેર કરાશે 

ભાવનગર : ભાવનગર શહેરના અધેવાડામાં ઇએસઆર ટ્રાયલ માટે અધેવાડાની તમામ સોસાયટીઓના પાણી વિતરણનાં સમયમાં ફેરફાર કરવામાં આવેલ છે તેથી થોડા દિવસ રહીશોને પરેશાની રહેશે તેમ જણાય રહ્યુ છે. 

અધેવાડાની તમામ સોસાયટીઓમાં મહાનગરપાલિકા દ્વારા નવનિર્મિત ઈ.એસ.આર. માંથી પાણી સપ્લાય આપવા માટે ટ્રાયલ લેવાની હોવાથી હાલમાં બપોરે ૩.૦૦ થી રાત્રીના ૧૦.૫૦ વાગ્યા દરમિયા આપવામાં આવતા પાણી સપ્લાયને બદલે આવતીકાલ તા. ૨૫ નવેમ્બર-૨૦૨૫ ને મંગલવારથી આગામી તા. ૩૦ નવેમ્બર-૨૦૨૫ સુધી પાણી સપ્લાય સવારે ૧૦.૦૦ થી સાંજના ૬.૩૦ વાગ્યા દરમિયાન આપવામાં આવશે, જેમાં બપોરે ર.પ૦ થી ૩.૩પ સપ્લાય હતો તેને સવારે ૧૦ થી ૧૦.૪પ એ પાણી આપવામાં આવશે, અન્ય વિસ્તારને તબક્કાવાર પાણી અપાશે. સાંજે ૧૦ થી ૧૦.પ૦ કલાકે પાણી આવતુ હતુ તેને સાંજે પ.૩૦ થી ૬.૩૦ કલાક દરમિયાન પાણી આપવામાં આવશે. 

ટ્રાયલ પૂર્ણ થયા બાદ કાયમી પાણી સપ્લાયનો સમય પછીથી જાહેર કરવામાં આવશે તેમ માહિતી આપતા ભાવનગર મહાપાલિકાના વોટર વર્કસ વિભાગના કાર્યપાલક ઇજનેરે જણાવેલ છે.