Get The App

વડોદરાના વાતાવરણમાં પલટો : સવારે અમી છાંટણા, તા.15 જૂનથી શરૂ થતી ચોમાસાની સિઝન સમયસર હોવાનું અનુમાન

Updated: Jun 13th, 2025

GS TEAM


Google News
Google News
વડોદરાના વાતાવરણમાં પલટો : સવારે અમી છાંટણા, તા.15 જૂનથી શરૂ થતી ચોમાસાની સિઝન સમયસર હોવાનું અનુમાન 1 - image


Vadodara Weather Update : વડોદરા શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવતા વહેલી સવારે વાદળા ગોરંભાતા વરસાદના અમીછાંટણાથી રોડ રસ્તા ભીના થઈ ગયા હતા. જોકે રાજ્યમાં ચોમાસાનો પ્રારંભ સામાન્ય રીતે 15 જૂનથી થતો હોય છે. આમ ચોમાસાની સિઝનને બે દિવસ બાકી છે ત્યારે હવે લાગે છે કે, સમયસર ચોમાસાનો પ્રારંભ થશે. 

ઉલ્લેખનીય છે કે આજે વહેલી સવારથી જ આકાશી વાદળા ગોરંભાયા બાદ ઝરમર વરસાદ શરૂ થયો હતો. પરંતુ માત્ર અડધો કલાક બાદ વરસાદ રોકાઈ ગયો હતો. વરસાદથી રોડ રસ્તા ભીના થઈ ગયા હતા. વરસાદ થંભી ગયા બાદ ફરી એકવાર ઉપરાજ શરૂ થયો છે ત્યારે હજી પણ વાદળીયું વાતાવરણ યથાવત છે. સામાન્ય રીતે રાજ્યમાં ચોમાસાનો પ્રારંભ 15, જુનથી થતો હોય છે. જેમાં બે દિવસ બાકી હોવાથી હવે વાતાવરણમાં એકદમ વધી ગયો હોવાથી ચોમાસાનો પ્રારંભ બે દિવસમાં શરૂ થશે એમ લાગી રહ્યું છે.

Tags :