Gujarat

વડોદરા–કોલકાતા સ્પેશિયલ ટ્રેનના સમયમાં ફેરફાર

By GS TEAM
19 Sep 20251 min read
TukuTouch Logo
પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખી વડોદરા–કોલકાતા સ્પેશિયલ ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા–કોલકાતા સ્પેશિયલ ટ્રેનના સમયમાં ફેરફાર

Vadodara Railway Station : પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખી વડોદરા–કોલકાતા સ્પેશિયલ ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

 માહિતી અનુસાર, ટ્રેન નંબર 03110 વડોદરા–કોલકાતા સ્પેશિયલ ટ્રેન 2 ઓક્ટોબરથી 27 નવેમ્બર સુધી દર ગુરુવારે વડોદરા સ્ટેશન પરથી ઉપડશે. અત્યાર સુધી આ ટ્રેન વડોદરા પરથી સાંજે 4:45 કલાકે પ્રસ્થાન કરતી હતી, પરંતુ હવે સુધારેલા સમય મુજબ તે સાંજે 4:25 કલાકે પ્રસ્થાન કરશે. રેલવે તંત્રએ યાત્રીઓને વિનંતી કરી છે કે, તેઓ પોતાનું પ્રવાસ આયોજન કરતી વખતે આ નવા સમયને ધ્યાનમાં રાખે. સાથે જ, ટ્રેનના પરિચાલન સમય, રોકાણ અને સંરચના જેવી વિગતવાર માહિતી માટે યાત્રીઓએ સત્તાવાર વેબસાઈટ www.enquiry.indianrail.gov.in પર મુલાકાત લેવાની સલાહ આપવામાં આવી છે.