Get The App

10 એપ્રિલથી મહેસાણા-પાટણ-મહેસાણા અને સાબરમતી ડેમૂ ટ્રેનના સમયમાં ફેરફાર

Updated: Apr 5th, 2025

GS TEAM


Google News
Google News
10 એપ્રિલથી મહેસાણા-પાટણ-મહેસાણા અને સાબરમતી ડેમૂ ટ્રેનના સમયમાં ફેરફાર 1 - image


Train Timing Change : પશ્ચિમ રેલવે તંત્ર દ્વારા મુસાફરોને પોતાના આવાગમનના ગંતવ્ય સ્થાને પરિવહન કરવામાં સરળતા રહે તે માટે આગામી 10 એપ્રિલથી મહેસાણા-પાટણ પેસેન્જર, પાટણ-મહેસાણા પેસેન્જર ટ્રેન અને પાટણ-સાબરમતી ડેમૂ  ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જો કે, ઉક્ત ત્રણેય ટ્રેનોના કલોલ અને સાબરમતી વચ્ચેનો સમય યથાવત્ રહેશે.

તમામ ટ્રેનોનો કલોલ અને સાબરમતી વચ્ચે આવન જાવનનો સમય યથાવત્ રહેશે

પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેનોની સમય બદ્ધતાને વધુ ઉત્તમ બનાવવાના ઉદ્દેશથી મહેસાણા-પાટણ પેસેન્જર, પાટણ-મહેસાણા પેસેન્જર અને પાટણ-સાબરમતી ડેમૂ ટ્રેનોના આગમન-પ્રસ્થાનના સમયમાં 10 એપ્રિલ 2025થી ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં ટ્રેન નંબર 59483 મહેસાણા-પાટણ પેસેન્જર, મહેસાણાથી 12/10 કલાકને બદલે 12/30 કલાકે ઉપડશે તથા 12/42 કલાકે ધીનોજ, 12/49 કલાકે સેલાવી, 12/56 કલાકે રણુજ, 13/02 કલાકે સંખઈ તથા 13/20 કલાકે પાટણ પહોંચશે. 

ટ્રેન નંબર 59476  પાટણ-મહેસાણા પેસેન્જર, પાટણથી 16/40 કલાકને  બદલે 16/25 કલાકે ઉપડશે તથા 16/31 કલાકે સંખઈ, 16/37 કલાકે રણુજ, 16/46 કલાકે  સેલાવી, 16/53 કલાકે ધીનોજ તથા 17/15 કલાકે મહેસાણા પહોંચશે.  

ટ્રેન નંબર 79436 પાટણ-સાબરમતી ડેમૂ પાટણથી 12/30 કલાકને બદલે 12/10 કલાકે ઉપડશે તથા 12/16 કલાકે સંખઈ, 12/22 કલાકે રણુજ, 12/30  કલાકે  સેલાવી, 12/39 કલાકે ધીનોજ 13/00 કલાકે મહેસાણા 13.19 કલાકે  આંબલિયાસણ, 13.30 કલાકે ડાંગરવા, 13.38 કલાકે ઝુલાસણ, 13.54 કલાકે કલોલ તથા 14.45 કલાકે સાબરમતી પહોંચશે. જો કે, આ ટ્રેનનો કલોલ અને સાબરમતી વચ્ચે આગમન-પ્રસ્થાનનો સમય યથાવત્ રહેશે. 

Tags :