ભાવનગર-ઓખા ટ્રેનના સમયમાં સુરેન્દ્રનગરથી ઓખા વચ્ચે ફેરફાર
- ભાવનગરથી સુરેન્દ્રનગર જંક્શન સુધી આ ટ્રેનનો સમય યથાવત
- 30 મી મેથી અમલ : આ ટ્રેન વર્તમાન સમય કરતાં બે કલાક વહેલી સવારે 9.50 વાગ્યે દ્વારકા અને 11 વાગ્યે ઓખા પહોંચશે
ભાવનગર ડિવિઝનના સિનિયર ડીસીએમ અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર, તા. ૩૦-૫ને શુક્રવારથી આગામી આદેશ સુધી ભાવનગર-ઓખા એક્સપ્રેસ ટ્રેન (નં.૧૯૨૦૯) ભાવનગર ટમનસથી ઓખા માટે રાત્રે ૨૨.૧૦ વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે ૧૧ વાગ્યે ઓખા પહોંચશે. આમ, આ ટ્રેન તેના વર્તમાન સમય કરતાં લગભગ ૨ કલાક વહેલી ઓખા પહોંચશે. ભાવનગર ટમનસથી સુરેન્દ્રનગર જંક્શન સુધી આ ટ્રેન તેના વર્તમાન સમયપત્રક મુજબ ચાલશે, જ્યારે સુરેન્દ્રનગર જંકશન-ઓખા સેક્શન વચ્ચે આ ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
નવા સમયપત્રક મુજબ આ ટ્રેનના આગમન અને પ્રસ્થાનનો સમય નિર્ધારિત કરાયો છે. જેમાં સુરેન્દ્રનગર જંક્શન (૧.૨૫/૧.૩૫), દિગસર (૧.૪૮/૧.૪૯), થાન જં. (૨.૧૨/૨.૧૪), દલડી (૨.૨૮/૨.૨૯), વાંકાનેર જં. (૨.૪૨/૨.૪૭), અમરસર (૨.૫૭/૨.૫૮), સિંધાવદર (૩.૦૭/૩.૦૮), કણકોટ (૩.૧૭/૩.૧૮), રાજકોટ (૩.૪૬/૩.૫૬), પડધરી (૪.૨૧/૪.૨૨), હડમતીયા જં. (૪.૪૦/૪.૪૧), જાલીયા દેવાણી (૪.૪૯/૪.૫૦), જામવંથલી (૫.૧૦/૫.૧૨), અલિયાવાડા (૫.૨૩/૫.૨૪), હાપા (૫.૪૦/૫.૫૦), જામનગર (૬.૦૨/૬.૦૭), લાખાબાવળ (૬.૨૩/૬.૨૪), પીપલી (૬.૩૪/૬.૩૫), કાનાલુસ જં. (૬.૪૪/૬.૪૬), મોડપુર (૭.૦૦/૭.૦૧), ખંભાળિયા (૭.૨૦/૭.૨૨), ભાતેલ (૭.૪૧/૭.૪૨), ભોપલકા (૭.૫૭/૭.૫૮), ભાટિયા (૮.૧૦/૮.૧૨), દ્વારકા (૯.૫૦/૯.૫૫), ભીમરાણા (૧૦.૨૩/૧૦.૨૪), મીઠાપુર (૧૦.૨૯/૧૦.૩૦) અને ઓખા (૧૧.૦૦ વાગ્યે) પહોંચશે.