Get The App

લલ્લા બિહારી કેવી રીતે કમાણી કરતો, તેના પર કોના ચાર હાથ? ખાખી વર્દી સામે જ આંગળી ચીંધાઈ

Updated: May 1st, 2025

GS TEAM


Google News
Google News
લલ્લા બિહારી કેવી રીતે કમાણી કરતો, તેના પર કોના ચાર હાથ? ખાખી વર્દી સામે જ આંગળી ચીંધાઈ 1 - image


Chandola Lake Demolition: બાંગ્લાદેશીઓના એપી સેન્ટર સમાન ચંડોળા તળાવની આજુબાજુના વિસ્તારમાં  કુખ્યાત લલ્લા બિહારીએ એકહથ્થુ શાસન જમાવ્યુ છે. એક ટપોરીએ આખાય વિસ્તારમાં આખુ નેટવર્ક કેવી રીતે ઉભુ કર્યું છે તે અંગે સવાલો ઉઠ્યાં છે. શાહ-એ-આલમ-ચંડોળા તળાવ વિસ્તારમાં લલ્લા બિહારીએ ગેરકાયદે પાર્ટીપ્લોટ, પાર્કિંગથી માંડીને લાઇટ-પાણી ચોરી કરીને મસમોટી કમાણી ઊભી કરી લીધી હતી. સ્થાનિકો કહી રહ્યાં છે કે, ખાખી વર્દીના સહારે જ લલ્લા બિહારીએ સમગ્ર વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ કરવા માંડી હતી. 

પાર્ટીપ્લોટનું ભાડું, ફાયનાન્સરોનું ખાસ પાર્કિંગથી કમાણી

ચંડોળા તળાવની આસપાસ ગેરકાયેદ વસાહતો ઊભી થઈ ગઈ છે પણ કુખ્યાત લલ્લાખાન બિહારીએ પણ માટીનુ પુરાણ કરીને મસમોટો પાર્ટી પ્લોટ બાંધી દીધો હતો. લગ્ન પ્રસંગ હોય તો લલ્લા બિહારીના ગેરકાયદેસર પાર્ટી પ્લોટનું ભાડું રૂા.25 હજાર લેવાતુ હતું. સ્થાનિકોનું કહેવુ છે કે, શાહ-એ-આલમ-ચંડોળા તળાવએ ગીચ વિસ્તાર હોવાથી વાહન પાર્કિગની સમસ્યા વિકટ બની છે ત્યારે લલ્લા બિહારીએ ગેરકાયેદ પાર્કિગ બનાવ્યુ હતું જ્યાં રીક્ષાનુ ભાડુ 20 રૂપિયા અને કાર પાર્કિગના 200 રૂપિયા ફી પેટે લેવામાં આવતા હતા. ખાસ કરીને ફાયનાન્સ કંપનીઓ માટે કામ કરતાં સિઝરો માટે ખાસ પાર્કિગ બનાવાયુ હતું. હપ્તો ન ભરે તો સીઝરો વાહનો લલ્લા બિહારીના પાર્કિગનો ઉપયોગ કરતાં હતાં. આમ, લલ્લાખાનની પાર્કિગની મોટી કમાણી હતી.

આ પણ વાંચોઃ ચંડોળામાં 4000થી વધુ કાચા-પાકા મકાન, ઝૂંપડાનો સફાયો, કુલ 1.50 લાખ ચો.મી. સરકારી જમીન દબાણમુક્ત

20 રૂપિયા લેખે પાણીના પૈસા ઉઘરાવતો

ચંડોળા તળાવની આસપાસ ગેરકાયેદ ઝૂંપડા-મકાનોમાં જો વીજળી જોઈએ તો લલ્લા બિહારીને જ મળવુ પડે. વીજ કનેકશનના મહિને 500 રૂપિયા ભરવા પડે. બારોબાર વીજચોરી કરીને ઝૂંપડા-મકાનોને વીજળી પુરી પાડવાનું કામ પણ લલ્લાખાનના માણસો કરી રહ્યાં છે. આખાય વિસ્તારમાં પાણીનું નેટવર્ક પણ ગોઠવાયેલું છે. ચંડોળા તળાવની આસપાસના વિસ્તારમાં પાણીના બોર બનાવવામાં આવ્યાં છે. આ બોરનું પાણી વેચવામાં આવી રહ્યુ છે. લલ્લા બિહારીના એજન્ટો પાણીના રોજના 20 રૂપિયા લેખે પૈસા ઉઘરાવે છે. પાણી કનેક્શનના પૈસા તો અલગ ભરવાના.   ઝૂંપડાવાસી-મકાનોમાં રહેતાં ગરીબ મજૂર વર્ગના લોકો લાઇટ-પાણી માટે મજબૂરવશ બની લલ્લા બિહારીને પૈસા ચૂકવી રહ્યાં હોવાનું પણ સ્થાનિકો કહી રહ્યાં છે. 

સવાલ એ છે કે, ચંડોળા તળાવની આસપાસ એકહથ્થુ શાસન જમાવનારાં લલ્લા બિહારી પર કોના છૂપા આશિર્વાદ છે પરિણામે અત્યાર સુધી એને ઉની આંચ આવી નથી. હવે જ્યારે બાંગ્લાદેશી ઘૂષણખોરોનો મુદ્દો ચગ્યો છે ત્યારે ખાખી વર્દીને પણ કામગીરી દેખાડવાનું શૂરાતન ઉપડ્યુ છે. 

આ પણ વાંચોઃ ગુજરાતનો આજે 65મો સ્થાપના દિવસ: ભાષાના આધારે રાજ્ય અસ્તિત્વમાં આવ્યું, જાણો સંપૂર્ણ ઈતિહાસ

ચંડોળા તળાવમાં પાકા મકાનના 3 લાખ રૂપિયા, ઝૂંપડાના 50 હજાર રૂપિયા ભાવ

બિહાર, બંગાળ સહિત અન્ય રાજ્યોમાંથી ગરીબ મજૂરો રોજી મેળવવા ગુજરાત આવે છે. આ બધાય લોકો માટે ચંડોળા આસપાસનો વિસ્તારએ એપી સેન્ટર સમાન છે. જ્યાં ઓછા પૈસામાં રહેઠાણનું સ્થળ મળી રહે છે. જો પાકુ મકાન જોઈએ તો 3 લાખ રૂપિયા અને ઝૂપડું ખરીદવું હોય તો 30-50 હજાર રૂપિયા સુધીનો ભાવ બોલાય છે. તેમાંય લલ્લા બિહારીના માણસોને પૂછ્‌યાં વિના મકાન કે ઝુંપડુ ખરીદી શકાય નહીં. ચંડોળાની ઝૂંપડપટ્ટીની અંદર જુઓ તો, મુંબઈની ધારાવી ઝૂપડપટ્ટીની યાદ તાજા કરાવી દે. અંદરોઅંદર એટલી ગલી છે રે, માણસ ભૂલભુલૈયામાં હોય તેવો અહેસાસ થાય.

Tags :