ચકલાસીના ગઠિયાની ડૉલર આપવાનું કહી રૂા. 5.10 લાખની છેતરપિંડી
- મહીસાગરના લુણાવાડાનો વેપારી ઠગાઈનો ભોગ બન્યો
- ભગવાનપુરામાં ખોટું મકાન બતાવી મંદિરમાં પૂજારી સાથે ઝઘડો કર્યો : 4 શખ્સો વિરૂદ્ધ ગુનો
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મુલ્યાનપુરા, શહેરા દરવાજા પાસે રહેતા દિવ્યેશકુમાર રાજેન્દ્રભાઈ ડબગર મોબાઈલ રીપેરીંગ તેમજ સીઝનેબલ ધંધો કરે છે. તેમના મોબાઈલ પર અમેરિકન ડાલર ટ્રાન્ફર કરાવવાના છે તેમ કહી વોટએપ ઉપર ડોલરના બે ફોટા મોકલ્યા હતા. તા. ૨૭/૦૩/૨૦૨૫ ના રોજ ફોન કરી અમેરીકન ડોલર ટ્રાન્સફર કરવા સારુ ભાલેજ બોલાવેલા હતા. ત્યાં જતા તેમના મોબાઇલ પર ફોન કરી રાહુલ તરીકે ઓળખાણ આપી એક માણસ મળેલ અને જણાવેલું કે મારી પાસે અમેરીકન ડોલર પડેલા છે. તમે બે દિવસ પછી મારા માસીના ઘરે ભગવાનપુરા ચકલાસી આવજો. ત્યાર બાદ દિવ્યેશભાઈ, તેમના મિત્ર હરેશભાઈ રમેશભાઈ ડબગર સાથે ગાડી લઈ તા-૨૯/૦૩/૨૦૨૫ના રોજ ભગવાનપુરા ચકલાસી ગયા હતા. ત્યારે રાહુલ નામનો વ્યક્તિ માસીના લઈ ગયા બાદ મંદિરે પૂજારી પાસે ૫.૧૦ લાખ પાટ પર મૂકાવી રાહુલના હાથમાં આપ્યા હતા. બાદમાં પૂજારીનો ભાઈ અને રાહુલ ઝઘડતા પૂજારીએ ચાકુ કાઢી અંદરોઅંદર ઝપાઝપી કરી હતી. ટોળું ભેગું થઈ જતા દિવ્યેશ તથા મિત્ર ત્યાંથી જતા રહ્યા હતા. બાદમાં રાહુલે ફાગવેલ ઉભા રહો તમારા રૂપિયા આપું છું તેમ જણાવ્યું હતું. બે દિવસ બાદ ફોન કરવા છતાં રૂપિયા આપ્યા ન હતા. રાહુલે બતાવેલું મકાન અરવિંદભાઇ રમણભાઇ તળપદાનુ હોવાનું અને રાહુલ તથા પુજારીએ ખોટા નામ ધારણ કરી ડોલર આપવાના બહાને લુણાવાડાના વેપારી સાથે રૂપીયા ૫,૧૦,૦૦૦ લઈ છેતરપીંડી કરી હતી. આ બનાવ અંગે દિવ્યેશ ડબગરની ફરિયાદના આધારે ચકલાસી પોલીસે રાહુલ, પુજારી, અરવિંદ રમણ તળપદા તેમજ અજાણ્યા મોબાઇલ નંબર ધારક સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.