સમા વિસ્તારમાં વહેલી સવારે અછોડો લૂંટનાર ગેંગનો ત્રીજો સાગરીત પકડાયો
વડોદરાઃ સમા વિસ્તારમાં મહિલાના અછોડાની લૂંટ કરનાર ગેંગના વધુ એક સાગરીતને પોલીસે ઝડપી પાડયો છે.
સમાની સ્વાતિ સોસાયટી નજીક ગઇ તા.૧૪મી મે એ વહેલી સવારે મહિલાના ગળામાંથી ૧૧ ગ્રામના અછોડાની લૂંટના બનાવમાં પોલીસે અગાઉ બે જણાને પકડયા હતા.
તપાસમાં રોહિતસિંગ રાજુસિંગ બાવરી (સિકલીગર)(આજવારોડ,એકતા નગર, વડોદરા)નું નામ ખૂલતાં પોલીસે સરદાર એસ્ટેટ પાસેથી બાઇક સાથે ઝડપી પાડી સમા પોલીસને સોંપ્યો હતો.આરોપી સામે અગાઉ સુરતમાં હત્યાના પ્રયાસ,ધાડની કોશિશ, ઘરફોડ ચોરી, વડોદરામાં કાર ચોરી જેવા સાત ગુનામાં સંડોવણી ખૂલી હતી.
આવી જ રીતે બાજવા વિસ્તારમાંથી દોઢ મહિના પહેલાં બાઇક ચોરી કરનાર રાજવીરસિંહ જગવીરસિંહ ગુર્જર(સાંકરદા, વડોદરા મૂળ એમપી)ને ડીસીપી ઝોન-૧ના સ્કવોડે ઝડપી પાડયો છે.