ગાંધીનગરના શેરીસા ગામે ખોદકામ દરમિયાન મળી આવી સદીઓ જૂની જૈન મૂર્તિઓ, સમગ્ર પંથકમાં કુતૂહલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gandhinagar News : ગુજરાતના ઘણાં વિસ્તારોમાં ખોદકામ દરમિયાન સદીઓ જૂની મૂર્તિઓ મળતી હોવાની ઘટના સામે આવતી હોય છે, જેને લઈને પુરાતત્ત્વ વિભાગ દ્વારા તપાસ પણ કરવામાં આવે છે. તેવામાં ગાંધીનગરના કલોલ તાલુકાના શેરીસા ગામે ખોદકામ દરમિયાન પ્રાચીન જૈન મૂર્તિઓ મળી આવી છે.
મળતી માહિતી મુજબ, કલોલ તાલુકાના શેરીસા ગામ ખાતે કોઈ કારણોસર ખોદકામ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન અચાનક પથ્થરની મૂર્તિઓ જોવા મળી હતી. આ મૂર્તિઓ બહાર નીકાળતા જૈન ધર્મની પ્રાચીન પ્રતિમા હોવાનું જણાયું હતું. આ પ્રાચીન મૂર્તિઓ ઘણાં વર્ષોથી દટાયેલી હાલતમાં હોવાથી ખંડિત અવસ્થામાં મળી હતી.
સમગ્ર ઘટનાને લઈને આસપાસના ગામજનો અને જૈન મુનિઓ સ્થળ પર પહોંચી હતી. હાલ તો મળી આવેલી મૂર્તિને સુરક્ષિત જગ્યાએ મૂકવામાં આવી છે. પુરાતત્ત્વ વિભાગ દ્વારા આ મામલે સઘન તપાસ કરવામાં આવશે.








