Gujarat

કેન્દ્રનો મોટો નિર્ણય: ગુજરાતના 3 IAS અધિકારીઓને એડિશનલ સેક્રેટરી તરીકે પ્રમોશન આપ્યું, જુઓ યાદી

By GS TEAM
31 Mar 20261 min read
TukuTouch Logo
કેન્દ્ર સરકારની કેબિનેટ નિમણૂક સમિતિ (ACC) દ્વારા દેશભરના વરિષ્ઠ સનદી અધિકારીઓના સ્તરમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. આ અંતર્ગત ગુજરાત કેડરના ત્રણ IAS અધિકારીઓને ભારત સરકારના વિવિધ મંત્રાલયોમાં એડિશનલ સેક્રેટરી તરીકે પ્રમોશન આપી મહત્ત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કેન્દ્રનો મોટો નિર્ણય: ગુજરાતના 3 IAS અધિકારીઓને એડિશનલ સેક્રેટરી તરીકે પ્રમોશન આપ્યું, જુઓ યાદી

IAS Officers: કેન્દ્ર સરકારની કેબિનેટ નિમણૂક સમિતિ (ACC) દ્વારા દેશભરના વરિષ્ઠ સનદી અધિકારીઓના સ્તરમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. આ અંતર્ગત ગુજરાત કેડરના ત્રણ IAS અધિકારીઓને ભારત સરકારના વિવિધ મંત્રાલયોમાં એડિશનલ સેક્રેટરી તરીકે પ્રમોશન આપી મહત્ત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે.

ગુજરાત કેડરના આ અધિકારીઓને મળ્યું પ્રમોશન

 કેન્દ્ર સરકારના આદેશ અનુસાર, ગુજરાતના અનુભવી અધિકારીઓને તેમના જે-તે વિભાગોમાં ઉચ્ચ સ્તરીય જવાબદારી સોંપાઈ છે.

1. એમ.કે. ખંધાર (1996 બેચ): સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગમાં અધિક સચિવ.
2. આરતી કંવર (2001 બેચ): ટેક્સટાઇલ મંત્રાલયમાં અધિક સચિવ.
3. વિજય નેહરા (2001 બેચ): આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં અધિક સચિવ.


આ પણ વાંચો: ધોરણ-12ની બોર્ડની પરીક્ષાને લઈને મોટા સમાચાર: આ બે વિષયમાં મળશે 4-4 માર્કનું ગ્રેસિંગ

PMO અને અન્ય મહત્ત્વના ફેરફારો

માત્ર ગુજરાત કેડર જ નહીં, પણ પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)માં કાર્યરત અધિકારીઓના કદમાં પણ વધારો કરાયો છે. PMOમાં કાર્યરત શ્રીધર ચિરુવોલુને પણ અધિક સચિવ તરીકે પ્રમોશન અપાયું છે. સમિતિએ કેટલાક અધિકારીઓને તેમના વર્તમાન હોદ્દા પર જ 'ઇન-સિટુ' (In-situ) અપગ્રેડેશન આપીને અધિક સચિવનો દરજ્જો આપ્યો છે.