પાવીજેતપુર ગરનાળા પાસેથી દારૂ ભરેલું ટેન્કર ઝડપાયું
પોલીસે એક આરોપીને ઝડપી પાડી દારૂના જથ્થાને ચોરખાનામાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરી
પાવીજેતપુરઃ છોટાઉદેપુર એલ સી બી પોલીસે તા.૧૫ ના રોજ પાવીજેતપુર ગરનાળા પાસેથી વિદેશી દારૂભરેલું સિમેન્ટનું ટેન્કર પકડી પાડયુ હતુ.લાખો રૃપિયાના દારૂનો જથ્થો સંતાડી દારૂની હેરાફેરી કરવા માટે ખેપિયાઓએ સિમેન્ટ ટેન્કરનો ઉપયોગ કર્યો હતો.

પાવીજેતપુર ગરનાળા પાસેથી લાખો રૂપિયાના વિદેશી દારૂ ભરેલું સિમેન્ટ ટેન્કર છોટાઉદેપુર એલ સી બી પોલીસે ઝડપી પાડયો હતુ. દારૂનો જથ્થો હરિયાણાથી ભરવામાં આવ્યો હતો. દારૂને ટેન્કરની અંદરની સંતાડેલો દારૂનો જથ્થાને ચોર ખાનામાંથી બહાર કાઢવા માટે પોલીસે ગેસ કટરનો ઉપયોગ કરી આશરે અઢી બાય અઢી ફૂટ જેટલું કટિંગ કરી પેટીઓ બહાર કાઢી હતી. અંદાજ મુજબ ટેન્કરમાંથી ૭૦૦ થી ૧૦૦૦ વિદેશી દારૃની પેટીઓ મળી આવતા લાખો રૂપિયાનો દારૂનો જથ્થો પકડાયો છે. હાલ પાવીજેતપુર પોલીસ સ્ટેશન ખાતે કાર્યવાહી ચાલુ છે. જ્યાં ટેન્કરને મૂકીને મુદ્દામાલ બહાર કાઢી રહ્યા છે દારૂનો જથ્થો લઇ જતા એક આરોપીને પોલીસે પકડાઇ ગયો છે પરંતુ હજુ આરોપીની પૂછપરછ બાકી છે.મોડી રાત સુધી કાર્યવાહી ચાલી શકે તેમ છે.જેથી હાલ કેટલા લાખનો દારૂનો જથ્થો છે.તે જાણી શકાયુ નથી.

