Get The App

સાબરકાંઠા: સાલેરા ગામે નાળાના બાંધકામની કામગીરીમાં સર્જાઈ દુર્ઘટના, સિમેટ મિક્સર વાહન પલટી જતાં બે શ્રમિકના મોત, એક ગંભીર

Updated: May 31st, 2026

GS TEAM

Google News
Google News
સાબરકાંઠા: સાલેરા ગામે નાળાના બાંધકામની કામગીરીમાં સર્જાઈ દુર્ઘટના, સિમેટ મિક્સર વાહન પલટી જતાં બે શ્રમિકના મોત, એક ગંભીર 1 - image


Cement Mixer Overturns In Poshina: સાબરકાંઠાના પોશીના તાલુકામાં સિમેટ મિક્સર વાહન પલટી મારી જતા દુર્ઘટનામાં બે શ્રમિકોના કરૂણ મોત નીપજ્યા છે. આ બનાવમાં એક શ્રમિક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને બંને મૃતકોના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

પોશીનામાં સિમેટ મિક્સર વાહન પલટી જતાં બે શ્રમિકના મોત, એક ગંભીર 

મળતી માહિતી મુજબ, પોશીના તાલુકાના સાલેરા ગામે નાળાના બાંધકામની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન સિમેન્ટનો માલ બનાવવા માટેનું કોંક્રીટ મિક્સર વાહન પલટી જતાં કેટલાક શ્રમિકો તેના નીચે દબાઈ ગયા હતા. જેમાં રાજસ્થાનના બે શ્રમિકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.

આ પણ વાંચો: CCTV: ગોધરાના ટુવા ગામ નજીક બસ અને બાઈક વચ્ચે ભયાનક ટક્કર, એકનું ઘટનાસ્થળે મોત

ભારેભરખમ વાહન પલટી મારી જતા ઘટનાસ્થળે શ્રમિકોમાં ભારે નાસભાગ અને અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં એક શ્રમિકને ગંભીર ઇજા પહોંચતા હિંમતનગર સિવિલ ખસેડવામાં આવ્યો હતો.