Gujarat

કોમર્સ ફેકલ્ટીમાં બગડી ગયેલા સીસીટીવી કેમેરા રિપેર કરાવાયા

By GS TEAM
24 Dec 20251 min read
કોમર્સ ફેકલ્ટીમાં બગડી ગયેલા સીસીટીવી કેમેરા રિપેર કરાવાયા

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં ખાડે ગયેલી સુરક્ષા વ્યવસ્થાને સુધારવા માટે તાજેતરમાં જ વાઈસ ચાન્સેલર દ્વારા તમામ ફેકલ્ટીઓને સીસીટીવી કેમેરા પર ધ્યાન આપવા માટે તાકીદ કરવામાં આવી હતી.

એ પછી યુનિવર્સિટીની સૌથી મોટી કોમર્સ ફેકલ્ટી દ્વારા બગડી ગયેલા સીસીટીવી કેમેરા રિપેર કરાવવામાં આવ્યા છે.કોમર્સ ફેકલ્ટીના વિવિધ યુનિટ પર અલગ અલગ જગ્યાએ ૫૦ જેટલા સીસીટીવી કેમેરા છે અને તેમાંથી કેટલાક કેમેરા બગડી ગયેલા હતા.સત્તાધીશોએ આ કેમેરાનું સમારકામ કરાવ્યું છે.

જોકે યુનિવર્સિટી દ્વારા અલગ- અલગ ફેકલ્ટીઓમાં નવા સીસીટીવી કેમેરા લગાવવાનો નિર્ણય તાજેતરમાં મળેલી ડીન્સ બેઠકમાં લેવાયો હતો પણ તેના પર હજી સુધી કોઈ કાર્યવાહી થઈ નથી.