વડોદરા,પાણીગેટ પોલીસ સ્ટેશનના લોકઅપમાં યુવકના આપઘાતના કિસ્સામાં પોલીસે ફરજ પર હાજર પોલીસ જવાનો તથા બનાવ સમયે લોકઅપમાં હાજર અન્ય ત્રણ વ્યક્તિઓના નિવેદનો લીધા છે.
પતિ, પત્નીના ઝઘડા પછી પત્નીએ પોલીસ સ્ટેશનમાં આપેલી અરજીના પગલે પોલીસે પતિ રમેશ છગનભાઇ વસાવા (રહે. જીવન નગર વુડાના મકાનમાં, વાઘોડિયા રોડ) ની સામે અટકાયતી પગલા ભરી તેને લોકઅપમાં પૂર્યો હતો. દરમિયાન ગઇકાલે સવારે તેણે લોકઅપના બાથરૃમમાં સ્વેટરની દોરી વડે ગળા ફાંસો ખાઇ લીધો હતો. જેની તપાસ એ.સી.પી.ને સોંપવામાં આવી છે. પોલીસે બનાવ સમયે પોલીસ સ્ટેશનમાં હાજર લોકોના નિવેદનો લીધા છે. આ ઉપરાંત લોકઅપ, પી.એસ.ઓ. ના ટેબલ તેમજ એન્ટ્રી ગેટ પાસે ફિટ કરેલા સીસીટીવીના ફૂટેજ પણ પોલીસે પુરાવા રૃપે લીધા છે.


