Gujarat

સુરત પાલિકા સંચાલિત તમામ સુમન સ્કૂલમાં સીસીટીવી કેમેરા મૂકાશે

By GS TEAM
11 Jul 20251 min read
TukuTouch Logo
ઉચ્ચ ધોરણમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય તેમની વધુ સલામતી માટે મુકાયેલા કેમેરાનું મોનીટરીંગ પાલિકાના આઈસીસીસી પરથી થશે

Summarized by AI; it may make mistakes. Check important info

સુરત પાલિકા સંચાલિત તમામ સુમન સ્કૂલમાં સીસીટીવી કેમેરા મૂકાશે

Surat : સુરત પાલિકા દ્વારા પ્રાથમિક શાળા સાથે માધ્યમિક શાળા (સુમન શાળા) પણ શરું કરવામાં આવી છે. આ વિદ્યાર્થીઓની સલામતી માટે તમામ સુમન સ્કૂલમાં સીસીટીવી કેમેરા મુકવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત શાળાના વિદ્યાર્થીઓની સલામતી માટે મુકાયેલા કેમેરાનું મોનીટરીંગ પાલિકાના આઈસીસીસી પરથી  કરવામાં આવશે. 

સુરત પાલિકાની આજે મળેલી સ્થાયી સમિતિમાં સુમન સ્કુલમાં વિદ્યાર્થીઓની સલામતી તથા સ્વચ્છતા માટે ચર્ચા કરવામાં આવી હતી. આ ચર્ચા દરમિયાન વિદ્યાર્થીઓને સલામતી મળે અને શાળાના વહીવટ પારદર્શક થાય તે માટે સીસીટીવી કેમેરા મુકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.  પાલિકાની શાળામાં ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેઓની સલામતી માટે શાળાની આસપાસની પ્રવૃત્તિઓ પર નજર રાખવી વધુ સરળ બનશે અને શિસ્તભંગ જેવી ઘટનાઓ અટકાવવામાં મદદ મળશે. વિજ્યુઅલ મોનીટરીંગથી વિદ્યાર્થી-અભિભાવક વિશ્વાસ વધશે અને શાળા વધુ જવાબદાર બનશે. 

આ સીસીટીવી કેમેરાની મદદથી પાલિકાની શાળા પરિસરમાં અનધિકૃત પ્રવેશ પર અંકુશ આવશે અને શિસ્ત ભંગ અને અનૈતિક વર્તન પર કડક નજર રાખી શકાશે. પાલિકા દ્વારા સીસીટીવી કેમેરાનો નિર્ણય કરાયો છે આ કેમેરાનું મોનીટરીંગ પાલિકાના આઈસીસીસી ખાતેથી કરવામાં આવશે તેના કારણે ગણતરીની મિનિટોમાં જ શાળામાં થતી પ્રવૃત્તિ અંગે માહિતી મળી શકશે.