તલોદના ભુવા મુકેશ રબારી વિરુદ્ધ વ્યાજનો ધંધો કરતો હોવાની CBIની ACB વિંગમાં ફરિયાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ, શુક્રવાર
સાંબરકાંઠા જિલ્લાના તલોદમાં આવેલા બાદરજીના મુવાડામાં રહેતા મુકેશ દેસાઇ ભુવા તરીકે કામ કરે છે. પરંતુ, તે ધાર્મિકતાની આડમાં લોકોને ડરાવીને નાણાં પડાવીને ડરાવવાનો કારોબાર કરવામાં આવે છે. તેમજ વ્યાજખોરીનો ગેરકાયદે કારોબાર કરે છે.તેના વિરૂદ્ધ સીબીઆઇ એસીબીની વિંગમાં ચોંકાવનારો આક્ષેપ કરતી અરજી કરવામાં આવી છે. જેમાં ગંભીર આરોપ મુકાયો છે કે તે માતાજીના ભુવા તરીકે કામ કરે છે. પરંતુ, લોકોને ડરાવીને ધર્મના ઔઠા હેઠળ નાંણાં પડાવવાની સાથે વ્યાજનો કારોબાર કરે છે. વર્ષ 2006-07માં તેની પાસે વડીલો પાર્જિત મકાન અને 10 વિઘા જમીન હતી. વર્ષ 2015માં તેણે કરોડો રૂપિયાના ખર્ચે વિહતધામ નામનું મંદિર બનાવ્યું હતું. હાલમાં તેની વૈભવી જીવન શૈલીમાં તે હાલ પોતાનું ઘોડા ફાર્મ ધરાવે છે. તે વિવિધ શહેરોમાં કરોડોની મિલકતો ધરાવે છે તેમજ વૈભવી લક્ઝરી કાર પણ છે.

તેના વિરૂદ્ધ આક્ષેપ કરાયો છે કે ગંભીરપુરા ગામમાં રહેતા વિષ્ણુ પટેલ નામના વ્યક્તિને પાસેથી પહેલા મદદના નામે લાખોની મદદ લીધી હતી. ત્યારબાદ માતાજીને 54 તોલા દાગીના ચઢાવવાનું કહીને હિંમતનગરમાંથી સી એચ જ્વેલર્સમાંથી દાગીના લઇ અંગત વપરાશ માટે લીધા હતા. વિષ્ણુ પટેલે તેની પાસેથી વ્યાજે 50 લાખ રૂપિયા લીધા હતા. જેની સામે હિસાબ કાઢીને 20 ટકા વ્યાજે નવ કરોડ વસુલ્યા હતા. તેમજ મકાન અને જમીન પચાવી પાડ્યા હતા.
આમ, તેણે 20 ટકા વ્યાજનો ધંધો કરીને મોટાપ્રમાણમાં મિલકતો વસાવી છે. વિષ્ણુ પટેલને ધંમકી મળી હતી અને તેણે એક વ્યક્તિની મદદ લઇને આ મામલે ન્યાય મેળવવા પ્રયાસ કર્યો હતો પંરંતુ, મુકેશ દેસાઇની પહોચ મોટા પોલીસ અધિકારીઓ અને રાજકારણી સુધી હોવાથી ન્યાય માટે સીબીઆઇમાં દાદ માંગવામાં આવી છે.








