ગાય છોડાવવાપશુમાલિકે ઢોર પાર્ટીના સ્ટાફ સાથે ઝપાઝપી કરી
સુપરવાઈઝરને ગાળો ભાંડી ધમકી આપી, બે સામે ગુનો નોંધાયો

શહેરના સુભાનપુરા ઝાંસી કી રાણી સર્કલ પાસે રખડતા ઢોર પકડવાની કામગીરી દરમિયાન પકડેલી ગાય પશુપાલકો છોડાવી જતા ફરિયાદના આધારે ગોરવા પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધ્યો હતો.
મ્યુ. કોર્પોરેનની દબાણ શાખાના સુપરવાઈઝર અરુણ દેવરેએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તા. ૨૧ નવેમ્બરની સવારે ઢોર પાર્ટીની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે રખડતા પશુઓ પકડવાની કામગીરીમાં હતી. સુભાનપુરા ઝાંસી કી રાણી સર્કલ પાસે એક ગાય પકડવામાં આવી હતી. તે સમયે અચાનક એક શખ્સે ટીમની પાસે ધસી આવી કર્મચારી રાહુલ સાથે ઝપાઝપી કરી પકડેલી ગાયને છોડાવી લઈ ગયો હતો. સ્ટાફ તેનો પીછો કરતા નંદાલય પાસે આ શખ્સ સાથે ગાયનો માલિક ભાવેશ રબારી પણ આવી ગયો હતો. ભાવેશે બૂમાબૂમ કરી સ્ટાફ ને ગાળો આપી અનેતમે હપ્તાખોર છા, પૈસા લો છો, અમારાં વિસ્તારમાં ગાય પકડવા આવશો તો જોઈ લઈશું એવી ધમકી આપી હતી.

