Get The App

શરીર પર લાલ ચકામા, ખંજવાળ, માથાના દુઃખાવા સહિત ડેન્ગ્યુના તાવના કેસ વધતાં તંત્રની ચિંતા વધી

Updated: Aug 23rd, 2024

GS TEAM


Google News
Google News
શરીર પર લાલ ચકામા, ખંજવાળ, માથાના દુઃખાવા સહિત ડેન્ગ્યુના તાવના કેસ વધતાં તંત્રની ચિંતા વધી 1 - image


પ્રાઇવેટ લેબોરેટરીના ચોંકાવનારા આંકડાઃસાવચેતી જરૃરી

ખાનગી હોસ્પિટલ અને દવાખાના પણ દર્દીઓથી ઉભરાયાડેન્ગ્યુમાં પ્લેટલેઇટ કાઉન્ટ ઘટી જવાથી દર્દીઓને દાખલ કરવાની નોબત

ગાંધીનગર :  વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ પણ છવાયો છે જેના પગલે મચ્છરોનો ઉપદ્રવ સતત વધી રહ્યો છે.ન્યુ ગાંધીનગર અને નવા સેક્ટરોની સાથે ગામડાઓમાં પણ છુટાછવાયા મેલેરિયા, ડેન્ગ્યુ તથા આ વખતે ચિકનગુનિયાના કેસ પ્રકાશમાં આવી રહ્યા છે. ખાસ કરીને માથામાં અસહ્ય દુઃખાવો, ખંજવાળ, શરીર પર લાલ ચકામા સહિત ડેન્ગ્યુ તાવના દર્દીઓમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. જેનાથી ખાનગી દવાખાના અને હોસ્પિટલ પણ ુભરાઇ રહી છે.ખાસ કરીને બાળકોને પ્લેટલેઇટ કાઉન્ટ ઘટી જતા હોવાને કારણે તેમને દાખલ કરવાની નોબત આવી રહી છે.

ચોમાસાને પહેલેથી જ બીન આરોગ્યપ્રદ ઋતુ ગણવામાં આવે છે. પાણી ભરાઇ રહેવાને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે. નગરમાં સતત વાદળછાયા-ભેજવાળું વાતાવરણ છેલ્લા ઘણા દિવસોથી રહ્યું છે જે મચ્છરો માટે ફેવરીટ માનવામાં આવે છે તેવી સ્થિતિમાં છેલ્લા ઘણા દિવસથી છુટાછવાયા વરસાદી ઝાપટાં પડે છે જેના કારણે પણ મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે.લગભગ દરેક ઘર-ઓફિસ-દુકાનો-એકમોમાં મચ્છરોના લારવા અને મચ્છરો જોવા મળી રહ્યા છે. જેના પગેલ ગાંધીનગર શહેર અને જિલ્લામાં ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાના દર્દીઓ પણ પ્રકાશમાં આવી રહ્યા છે.ગાંધીનગર શહેરી વિસ્તારમાં ડેન્ગ્યુના છુટાછવાયા દર્દીઓ મળી રહ્યા છે.આ અંગે સિવિલના ફિઝીશીયન ડો. દિનકર ગોસ્વામીએ જણાવ્યું હતું કે, આ વખતે ડેન્ગ્યુના તાવમાં દર્દીને માથાના ભાગમાં અસહ્ય દુઃખાવો થાય છે સાથે સાથે શરીર પર બીજા-ત્રીજા દિવસે લાલ ચકામા પડવાનું શરૃ થાય છે અને ખંજવાળ પણ આવે છે. આ ડેન્ગ્યુનો તાવ છથી સાત દિવસ રહે છે અને હાઇપાવરની દવા, ઇન્જેક્શન કે બાટલા ચઢાવવામાં આવે તો પણ શરૃઆતના ત્રણ દિવસ શરીરમાં સતત તાવ રહે છે.

સિવિલ ઉપરાંત ખાનગી હોસ્પિટલ અને દવાખાનામાં પણ ડેન્ગ્યુના દર્દીઓ વધુ જોવા મળી રહ્યા છે. દર્દીના પ્લેટલેઇટ કાઉન્ટ એકાએક ઘટી જવાની તકલીફ આ ડેન્ગ્યુની બિમારી દરમ્યાન થતી હોવાથી દર્દીને દાખલ કરીને સારવાર આપવી પડે છે. આવી તેમાં પણ ખાસ કરીને બાળકોમાં ડેન્ગ્યુના કિસ્સા વધી રહ્યા છે. જેના કારણે સાવચેત રહેવા અને આસપાસના વિસ્તારમાં પાણી નહીં ભરાવા દેવા માટે તબીબો અને તંત્ર દ્વારા સુચન કરવામાં આવ્યું છે.

Tags :